દીપિકાના ‘બેશર્મ’ ગીતનો ઉગ્ર વિરોધ

Wednesday 21st December 2022 07:31 EST
 
 

શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ના બહુચર્ચિત ‘બેશર્મ’ ગીતને લઈને ભગવા રંગની બિકીનીનો વિવાદ છેડાયો છે. જોકે તેના લીધે આ ગીતને મફતની જે પ્રસિદ્ધિ છે તેની જોરદાર અસર વ્યુઅરશિપ ઉપર ગઈ છે. આ ગીતને ફક્ત પાંચ જ દિવસમાં દસ કરોડથી વધુ વ્યુ મળ્યા છે. આ દરે જોઈએ તો ‘પઠાણ’ અત્યારથી જ સુપરહિટ થઈ ગઈ છે એમ કહી શકાય. ફિલ્મ પ્રશંસકોનો એક ‘બેશર્મ’ ગીતમાં શાહરુખ ખાન અને દીપિકાની જબરજસ્ત કેમિસ્ટ્રીના વખાણ કરી રહ્યા છે, પરંતુ હકીકત એ છે કે આ ગીતમાં અશ્લીલતાનું વરવું પ્રદર્શન છે. દીપિકાની ભગવા રંગની બિકીની અને ફિલ્મમાં રજૂ થયેલા અલ્લીલ દૃશ્યો સામે દેશમાં વિરોધ ફાટી નીકળ્યો છે. મધ્ય પ્રદેશના પ્રધાન નરોત્તમ મિશ્રાએ અપનાવેલા આકરા વલણને લીધે કમસે કમ આ રાજ્યમાં તો ફિલ્મનું પ્રદર્શન જોખમાયું છે. તેમણે જણાવ્યુ હતું કે ફિલ્મમાં વાંધાજનક દ્રશ્યો છે. આ શોટ્સ રિપ્લેસ ન કરાય તો મધ્ય પ્રદેશમાં પઠાણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકાઈ શકે છે.
યશરાજ ફિલ્મ્સના સત્તાવાર ટ્વિટર હેન્ડલરે આ ન્યૂઝ શેર કર્યા છે અને જણાવ્યું હતું કે આ તો હજી અમારી શરૂઆત છે.
આ ‘પઠાણ’ના ગીત ‘બેશર્મ’ હીતે તેના રિલીઝ થયા પહેલા જ જબરજસ્ત હાઈપ ક્રિએટ કર્યો છે, પણ દીપિકાના અંગપ્રદર્શન કરતા ગ્લેમરસ સ્વિમ સ્યુટ અથવા એસઆરકેના મસલમેન જેવા મસલ્સની સાથેના જબરજસ્ત ફિઝિકના લીધે પ્રશંસકો તેને પસંદ કરી રહ્યા છે.
આ ગીત 12 ડિસેમ્બર જારી થયું હતું. આ ગીતનું સ્પેનના કેટલાક શાનદાર સ્થળોએ અદભૂત રીતે ફિલ્માંકન કરાયુ છે. આ ગીતમાં દીપિકા અને શાહરુખાનના ડાન્સિંગ સીન્સ જોઈ શકીએ છીએ. દીપિકા તેના સેક્સી મૂવ્સ દ્વારા વાતાવરણમાં ગરમાવો લાવી દે છે અને તેનો આવો હોટ અવતાર ક્યારેય જોવા મળ્યો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter