દુર્ગામાતાનાં શરણે બોલિવૂડ સ્ટાર્સ

Thursday 22nd October 2026 06:59 EDT
 
 

નવલી નવરાત્રિના ઉત્સવ સમાંતરે દુર્ગાપૂજાની ઉજવણી પણ શરૂ છે. મુંબઈના નોર્થ બોમ્બે સાર્વજનિક દુર્ગાપૂજાના પંડાલમાં રવિવારે બોલિવૂડની અનેક જાણીતી હસ્તી એકત્ર થઈ હતી. અભિનેતા રણબીર કપૂર, અભિનેત્રી કાજોલ, ફિલ્મમેકર અયાન મુખર્જી, શિલ્પા શિરોડકર, જેકી શ્રોફ, ઈશા કોપ્પીકર, તનિષા મુખર્જી અને અન્ય કલાકારોએ હાજરી આપી હતી. આ આયોજન દરમિયાન રણબીર કપૂર ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તેણે સિંગર હર્ષદીપ કૌર સાથે સ્ટેજ પર પોતાની ફિલ્મ ‘યે જવાની હૈ દિવાની...’નું પોપ્યુલર સોંગ ‘કબીરા...’ ગાયું હતું. અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું સોંગ સાંભળીને ઉપસ્થિત લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. રણબીર અને અયાનની મિત્રતાએ પણ આ મુલાકાતને ખાસ બનાવી હતી. અભિનેત્રી કાજોલ પણ પોતાના પરિવાર સાથે પૂજામાં હાજર રહી હતી. તેની સાથે પુત્રી ન્યાસા અને પુત્ર યુગ પણ જોવા મળ્યાં હતાં. કાજોલની માતા તનુજા અને બહેન તનિષા મુખર્જી પણ આ પૂજાના આયોજન સાથે જોડાયેલાં રહ્યાં છે. આ રીતે આ કાર્યક્રમ માત્ર ધાર્મિક ઉજવણી જ નહીં, પરંતુ મુખર્જી પરિવારની પેઢી દર પેઢી ચાલતી પરંપરાનું પણ પ્રતીક બન્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter