દોષિત સાબિત થયો તો જીવ આપી દઈશ: રાજ કુન્દ્રા

Friday 31st July 2026 09:31 EDT
 
 

બિઝનેસમેનમાંથી અભિનેતા બનેલા રાજ કુંદ્રા સામે વર્ષ 2021માં મોબાઈલ એપથી અશ્લીલ કન્ટેન્ટ ફેલાવવાના આક્ષેપ થયા હતા. તેને પગલે ધરપકડ થતાં 43 દિવસ જેલમાં વિતાવવા પડ્યા હતા. જોકે કુન્દ્રા સતત કહે છે કે તેણે કોઇ ખોટું કામ નથી કર્યું. તાજેતરમાં તેણે પોતાના પર લાગેલા આરોપો વિષે કહ્યું હતું કે તે આ કેસમાં દોષિત ઠરશે તો સજા ભોગવવા તૈયાર છે. રાજ કુન્દ્રાએ કહ્યું કે, તમામ આરોપીઓ પૈકી હું જ વારંવાર કહી રહ્યો છું કે મેં કાંઈ ખોટુ કર્યુ હોય તો મને સજા આપવામાં આવે. કેસ ખતમ કરવામાં આવે, પરંતુ જો મેં જો કાંઈ ખોટું નથી કર્યું તો મને કલીન ચીટ આપવામાં આવે. હું જાણું છું કે મેં કાંઈ ખોટું નથી કર્યું.’ કુન્દ્રાએ કહ્યું હતું કે, ‘હું પાછલા પાંચ વર્ષથી કેસ લડી રહ્યો છું. આજે પણ એમ જ કહીશ કે જો હું દોષિત ઠરીશ તો મારો જીવ આપવા પણ તૈયાર છું.’ પોતાના મુશ્કેલ સમયને યાદ કરતાં તેણે કહ્યું કે ધરપકડ થયા પછી મેં અને શિલ્પાએ અમારા તમામ બિઝનેસ બંધ કરી દીધા હતા. અમારું રોકાણ રાજસ્થાન રોયલ્સ, મિક્સ્ડ માર્શલ આર્ટ્સ, હોમ શોપિંગ સેન્ટરમાં હતું. પુત્રના નામે ચાલતી ટેકનોલોજી કંપની વિવાન ઇન્ડસ્ટ્રીમાં અમારું રોકાણ હતું. અંદાજે 4000 લોકો તેનાથી રોજીરોટી મેળવી રહ્યા હતા.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter