ધ ઓથેન્ટિક સ્માઇલ ઓફ ધ પીપલ ઓફ ધ વર્લ્ડ

Wednesday 23rd December 2020 03:00 EST
 
 

દીપિકા પાદુકોણ પોતાના અભિનયને પગલે ભારતમાં જ નહીં, વિશ્વભરમાં જાણીતી છે. તેણે અનેક વખત તેની કળા-કૌશલ્ય થકી ભારતને વિશ્વપટલ ઉપર નામના અપાવી છે. હવે દીપિકાનું સિગ્નેચર સ્માઈલ વિશ્વફલક ઉપર ઝળક્યું છે. પૌરાણિક શહેરની આગવી ઓળખ ધરાવતા એથેન્સના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ધ ઓથેન્ટિક સ્માઈલ ઓફ ધ પીપલ ઓફ ધ વર્લ્ડમાં દીપિકાના સિગ્નેચર સ્માઈલને સ્થાન અપાયું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અહીં દીપિકાના ગ્રે માર્બલના બસ્ટ સ્કલ્પચરને ઈન્ડિયન લૂકમાં મૂકવામાં આવ્યું હતું. આમ હવે અન્ય વિદેશી જાણીતી હસ્તીઓની સાથે દીપિકાની પ્રતિમા પણ કોરોનાકાળ પછી પહેલી વખત કાર્યરત થયેલા એથેન્સ એરપોર્ટ ઉપર કલાના ચાહકોને આવકારશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter