તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતા ધનુષ અને અભિનેત્રી મીના વિદ્યાસાગર સપ્તપદીના ફેરા ફરવાની તૈયારીમાં હોવાની ચર્ચા છે. જોકે આ બેમાંથી કોઇએ પણ આ મુદ્દે મગનું નામ મરી નથી પાડ્યું. બન્ને જણા હાલ સિંગલ પેરન્ટસ છે. જોકે અભિનેત્રી મીનાએ હાલ આ રિપોર્ટનું ખંડન કરીને તેને અફવામાં ખપાવી છે. તેણે કહ્યું હતું કે, મારા પતિના નિધનને વરસ થયું છે, તેવામાં લોકો આવી વાત કઇ રીતે કરી શકે છે. મીના વિદ્યાસાગર સાઉથ સિનેમાની ટોચની સ્ટાર છે. તેણે તમિળ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિંદી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. મીનાના પતિ વિદ્યાસાગરનું નિધન કોરોનાના કારણે થયું હતું. મીનાને 10-12 વરસની એક પુત્રી છે. રસપ્રદ વાત એ છે કે, મીના વિદ્યાસાગર હાલ 46 વર્ષની છે અને તે 39 વર્ષના ધનુષ કરતાં સાત વરસ મોટી છે. ધનુષના પણ છૂટાછેડા થઇ ગયા છે. તેણે રજનીકાન્તની પુત્રી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા. બન્નેએ એક જોઇન્ટ સ્ટેટમેન્ટમાં છૂટાછેડા લીધાનું જાહેર કર્યું હતું. આ છૂટાછેડાનું કારણ ધનુષના લગ્નોતર સંબંધો હોવાનું કહેવાય છે. જોકે આ રિપોર્ટની કદી પુષ્ટિ થઇ નહોતી તેમજ તેનું નામ કદી કોઇ અભિનેત્રી સાથે જોડાયું નહોતું. ધનુષ બે પુત્રો સાર્થ અને લિંગાનો પિતા છે.