નતાશા સૂરીએ પોતે કોરોના પોઝિટિવ હોવાનું જણાવ્યું

Monday 10th August 2020 06:07 EDT
 
 

મુંબઈઃ અભિનેત્રી નતાશા સૂરીનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તે અંગત કામ માટે પૂણે ગઈ હતી એ પછી તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી. હાલ નતાશા હોમ ક્વોરેન્ટાઈન છે અને પોતાની આવનારી ફિલ્મના પ્રમોશનમાં હિસ્સો લઈ શકશે નહીં. નતાશા એક વાતચીત દરમિયાન ૯મી ઓગસ્ટે જણાવ્યું હતું કે, તે છ દિવસ પહેલાં મહત્ત્વના કામ માટે પૂણે ગઈ હતી. મુંબઈ પાછા ફર્યા બાદ તે બીમાર પડી હતી અને તેના ગળામાં તકલીફ જણાતી હતી તેમ જ નબળાઈ લાગી હતી. એ પછી તેણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો.
નતાશાએ કહ્યું કે, કોરોનાના કારણે હું હોમ ક્વોરેન્ટાઈન છું. મને હજી પણ તાવ અને નબળાઈ જણાય છે. દવાની સાથેસાથે હું ઈમ્યુનિટી બૂસ્ટર્સ પણ લઈ રહી છું. હું મારી દાદી અને બહેનો સાથે રહું છું તો તેમનો પણ ટેસ્ટ કરાવવાની છે. નતાશા તેની આગામી ફિલ્મ ‘ડેન્જરસ’ના પ્રમોશનનો હિસ્સો બની શકશે નહીં. આ ફિલ્મ એમએક્સ પ્લેયર પર રિલીઝ થઈ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter