નરગિસ ફખરીએ ઘૂંટણમાં સ્ટેમ સેલ ટ્રીટમેન્ટ કરાવી

Monday 23rd February 2026 09:06 EST
 
 

હિરોઇન નરગિસ ફખરીએ તેની ઘૂંટણની ઈજા માટે સ્ટેમસેલ ટ્રીટમેન્ટ કરાવી છે. તે આશરે એક દાયકાથી ઘૂંટણની ઈજાથી પીડાતી હતી. તેના જણાવ્યા મુજબ ડાન્સિંગના કારણે તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી.
નરગિસે એક વીડિયો કિલપ દ્વારા ચાહકોને આ બાબતે માહિતી આપી હતી. તેના જણાવ્યા અનુસાર તેને બંને ઘૂંટણની ઢાંકણીમાં ઈજા થઈ હતી. આ માટે તેણે એક દાયકા સુધી પીડા વેઠી હતી. આખરે તેણે બોનમેરો સ્ટેમ સેલ ટ્રીટમેન્ટનો વિકલ્પ અપનાવ્યો હતો. તેણે કહ્યું હતું કે આ સારવાર બાદ તેને 75થી 80 ટકા જેટલો ફરક પડયો છે. તેણે કહ્યું હતું કે દાયકા પહેલાં તેને ઈજા થઈ ત્યારે તેને સર્જરી કરાવી લેવાનું સૂચવાયું હતું, પરંતુ સર્જરી કરાવવાને બદલે ફિઝિયોથી કામ ચલાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter