નરગીસ ફખરી ફરી એક વખત પ્રેમમાં

Sunday 30th January 2022 06:58 EST
 
 

રણબીર કપૂર સાથેની ફિલ્મ ‘રોકસ્ટાર’ (૨૦૧૧) દ્વારા લોકપ્રિયતા હાંસલ કરનાર અભિનેત્રી નરગીસ ફખરી વધુ એક વખત પ્રેમમાં પડ્યાના સમાચાર છે. તે સૌથી પહેલા બોલીવૂડ અભિનેતા ઉદય ચોપરાના પ્રેમમાં હતી. ત્યાર બાદ તેનું નામ અમેરિકન ડાયરેક્ટર મેટ્ટ અલોન્ઝો સાથે અને ત્યારબાદ શેફ જસ્ટિન સાન્ટોસ સાથે સંકળાયું હતું. જોકે ગયા વર્ષના ઓક્ટોબર મહિનામાં જસ્ટિન સાથે તેનું બ્રેકઅપ થઇ ગયું હતું.
હવે વાયરો વાત લઇ આવ્યો છે કે ૪૨ વર્ષીય નરગીસ ફરી એક વખત પ્રેમમાં પડી છે. હાલ તે અમેરિકાના લોસ એન્જલસમાં છે અને ત્યાંના ૩૭ વર્ષના ટોની બેગ સાથે રોમેન્ટિક સમય ગાળી રહી છે. ટોની મૂળ કાશ્મીરનો વતની છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બંને સોશ્યલી મળ્યા પછી તરત જ પરસ્પર પ્રેમમાં પડયાં હતાં. હાલના તબક્કે તેઓ એકબીજાનો સાથ માણી રહ્યાં છે અને તેઓ અવારનવાર જાહેરમાં સાથે પણ જોવા મળે છે. જોકે નરગીસ આ બાબતે કાંઇ કહેવા ઇચ્છુક નથી. તેમનો સંબંધ હજી નવો હોવાથી તે ચૂપ્પી સાધી રાખવાની તરફેણમાં છે. એમ માનવામાં આવે છે કે તે ટૂંક સમયમાં જ ભારત પરત ફરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter