નરગીસની બોયફ્રેન્ડ સાથે વેકેશન ટ્રીપ

Saturday 31st July 2021 10:29 EDT
 
 

અભિનેત્રી નરગિસ ફખરી અત્યારે ઈટલીમાં વેકેશન એન્જોય કરી રહી છે, તે પોતાના બોયફ્રેન્ડ જસ્ટિન સેટોસ સાથે પ્રવાસનો આનંદ માણી રહી છે અને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર બોયફ્રેન્ડ સાથેની તસવીરો પણ શેર કરી છે. નરગિસ બોયફ્રેન્ડ સાથે ક્રેપી આઈલેન્ડ પર છે અને તેના જણાવ્યા પ્રમાણે અહીંયા સ્વાદિષ્ટ વ્યંજનોની મજા માણી રહી છે. એક તસવીરમાં નરગિસ બોટની સવારી માણતી જોવા મળે છે તો બીજી એક તસવીરમાં તે બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક અંદાજમાં હાથ પકડીને બેઠેલી જોવા મળે છે. તેણે લખ્યું છે કે સ્વાદિષ્ટ વ્યંજન મારી લવ લેંગ્વેજ છે. મારા ડીએનએ કહે છે કે હું ૩.૫ ટકા ઈટાલિયન છું. તો હું તેને અપનાવી રહી છું. નરગિસની આ તસવીરો જોઇને એક ચાહકે લખ્યું છેઃ તમે હંમેશાની જેમ પ્રિટી લાગી રહ્યા છો. તો વળી એક અન્ય ફેને કહ્યું કે તમે ખુબ સુંદર છો...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter