વર્ષ 2025ને અલવિદા કહ્યા બાદ હવે ફિલ્મ ચાહકોએ 2026ના મૂવી મસાલા પર નજર માંડી છે. વીતેલા વર્ષ દરમિયાન ફિલ્મી પરદે જોવા ન મળેલા આલિયા ભટ્ટ, વરુણ ધવન, શ્રદ્ધા કપૂર અને રણવીર કપૂર જેવા કલાકારો પણ આ વર્ષને ખાસ બનાવવા થનગની રહ્યા છે. આ કારણે જ બોલિવૂડ માટે 2026 ખૂબ જ મહત્ત્વનું અને ધમાકેદાર રહેવાનું છે. આ વર્ષે ઘણા સુપરસ્ટાર્સ તેમની મોટી ફિલ્મો સાથે બોક્સઓફિસ પર ધૂમ મચાવવા તૈયાર છે. વર્ષની શરૂઆતથી જ બ્લોકબસ્ટર સિક્વલ અને નવા પ્રોજેક્ટ્સની લાઈન લાગેલી છે. એક નજર આ વર્ષમાં રજૂ થનારી ફિલ્મો અને તેના મુખ્ય કલાકારોની યાદી પર...
2026માં આવનારી ફિલ્મો
• ધુરંધર–2 (રણવીર સિંહ) • બોર્ડર-2 (સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંજ, અહાન શેટ્ટી) • રામાયણ (રણબીર કપૂર, સાઇ પલ્લવી, યશ) • લવ એન્ડ વોર (રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિકી કૌશલ) • કિંગ (શાહરુખ ખાન, સુહાના ખાન) • દૃશ્યમ-3 (અજય દેવગન) • ઓ રોમિયો (શાહિદ કપૂર, તૃપ્તિ ડિમરી) • મર્દાની-3 (રાણી મુખર્જી) • પતિ પત્ની ઔર વોહ-2 (આયુષમાન ખુરાના, વામિકા ગબ્બી, સારા અલી ખાન, રકૂલ પ્રિતસિંહ, વિજય રાજ) • ભૂત બંગલા (અક્ષય કુમાર, વામિકા ગબ્બી, પરેશ રાવલ, રાજપાલ યાદવ) • બેટલ ઓફ ગલવાન (સલમાન ખાન)
ઓટીટી પર વેબસીરિઝનો વૈવિધ્યનો રસથાળ
વર્ષ દરમિયાન નાના પરદે રજૂ થનારી વેબ સીરિઝ પર એક નજર...
• લૂપિન-4 • અ નાઇટ ઓફ સેવન કિંગડમ • પંચાયત-5 • ગુલ્લક-5 • ધ ફેમિલી મેન-4 • ફર્જી-2 • કોટા ફેક્ટરી-4 • હીરામંડી-2


