નવાઝુદ્દીન સિદ્દીકીએ મુંબઇના રસ્તા પર ચાહક સાથે સેલ્ફી ક્લિક કરાવી

Monday 16th May 2022 06:48 EDT
 
 

પ્રતિભાશાળી અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી માત્ર પોતાની એક્ટિંગને કારણે જાણીતો નથી, પરંતુ પોતાની વિનમ્રતાને કારણે પણ જાણીતો છે. નવાઝ ડાઉન ટુ અર્થ એક્ટર્સમાંથી એક છે. હાલમાં જ નવાઝે મુંબઈના રસ્તા પર ચાહકો સાથે સેલ્ફી ક્લિક કરાવી હતી. નવાઝ તાજેતરમાં જ કાફેમાંથી બહાર આવી રહ્યો હતો. આ જોઇને ચાહકો ભેગા થઈ ગયા હતા અને નજીક પહોંચીને સેલ્ફી લેવા લાગ્યા હતા. આ બધું જોઇને નવાઝના સિક્યુરિટી ગાર્ડે તરત જ ચાહકોને સેલ્ફી લેતા અટકાવવા લાગ્યા હતા. જોકે નવાઝને આ ગમ્યું નહીં. તેણે તરત જ પોતાના ગાર્ડને કહ્યું હતું કે ચાહકોને અટકાવો નહીં. આ સમયે ત્યાં હાજર કોઇ વ્યક્તિએ ઉતારી લીધેલો નવાઝનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાઈરલ થયો છે. યુઝર્સે નવાઝને ગોલ્ડન હાર્ટ કહ્યો છે. એકે કોમેન્ટ કરી હતી કે તે ખરેખર સારો છે. અન્ય એકે કહ્યું હતું તે ડાઉન ટુ અર્થ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter