નીતુ કપૂરની ડિટોક્સ ટ્રિપ

Friday 28th January 2022 06:57 EST
 
 

નીતુ કપૂર આજકાલ તેના ફીમેલ ફ્રેન્ડસ સાથે વેકેશન એન્જોય કરી રહ્યાં છે. એકટ્રેસે પોતાની ફ્રેન્ડસ સાથેના યોટ પરના ફોટોગ્રાફ શેર કર્યા છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શેર કરેલા ફોટોગ્રાફ્સમાં નીતુ બ્લુ શર્ટ અને વ્હાઈટ પેન્ટમાં ફ્રેન્ડ સાથે યોટ પર એન્જોય કરતાં જોવા મળી રહ્યાં છે. પોતાની આ પ્રવાસને ગર્લ્સ ટ્રિપ ગણાવતા નીતુએ લખ્યું છે કે, કેટલાક લાઇક માઇન્ડેટ ફ્રેન્ડસ સાથેની ડિટોક્સ ટ્રિપ. ઉલ્લેખનીય છે કે છેલ્લે તેઓ ફિલ્મ ‘બેશરમ’માં જીવનસાથી રિષિ કપૂર અને દીકરા રણબીર સાથે જોવા મળ્યાં હતાં. હવે નીતુ કપૂર વર્ષો બાદ ‘જૂગ જુગ જીયો’ ફિલ્મથી મોટા સ્ક્રિન પર પાછી આવી રહ્યાં છે. ‘જુગ જુગ જીયો’માં અનિલ કપૂર, વરુણ ધવન અને કિયારા અડવાણી પણ છે. આ કોમેડી ડ્રામા ફિલ્મ કરણ જોહરના ધર્મા પ્રોડ્ક્શને બનાવી છે અને તે ૨૪ જૂને થીયેટિરમાં રિલિઝ થવાની છે. નીતુએ નવેમ્બર ૨૦૨૦માં ચંદીગઢમાં ફિલ્મનું શુટિંગ કર્યું હતુ અને તે દરમિયાન કોવિડ પોઝિટિવ થયાં હતાં. તેમની સાથે વરુણ ધવન પણ પોઝિટિવ આવ્યો હતો. આથી રણબીર કપૂર તરત જ તેને ફ્લાઈટમાં મુંબઈ લઈ આવ્યો હતો અને ટ્રીટમેન્ટ કરાવી હતી. નીતુ હવે ફિટ અને હેલ્ધી છે તથા પોતાની લાઈફ એન્જોય કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter