નીલ નીતિન મુકેશની મુંબઈની યુવતી રૂકમણી સાથે સગાઈ

Friday 14th October 2016 09:58 EDT
 
 

મુંબઈઃ મહાન ગાયક મુકેશના પૌત્ર અને બોલિવૂડ અભિનેતા નીલ નીતિન મુકેશે એક ખાનગી સમારંભમાં મુંબઈમાં રહેતી રૂકમણી સહાય સાથે દશેરાના દિવસે સગાઈ કરી હતી. નીલના નજીકના મિત્રોના કહેવા પ્રમાણે નીલ રૂકમણી સાથે આગામી વર્ષે લગ્નગ્રંથિથી બંધાઈ જશે. સગાઈ સમારંભ દશેરાના દિવસે જૂહુ વિસ્તારની એક હોટેલમાં સંપન્ન થયો હતો. જેમાં બંને પક્ષના કુટુંબીજનો અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી.

રૂકમણી એનિમેશન ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. નીલે આ અંગે કહ્યું હતું કે, મારા માતા પિતા નિશી અને નીતિન મુકેશે મારી મુલાકાત રૂકમણી સાથે કરાવી હતી અને તેમની પસંદ મારી પસંદ છે. નીતિન મુકેશે જણાવ્યું હતું કે, અમારી પસંદગીથી નીલે લગ્ન કરવાના લીધેલા નિર્ણયથી પરિવારજનો ખૂબ જ ખુશ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter