નેશનલ એવોર્ડઃ ‘આર્ટિકલ 370 બેસ્ટ ફિલ્મ, યામી બેસ્ટ એક્ટ્રેસ, કાર્તિક-મમૂટી બેસ્ટ એક્ટર

Tuesday 21st July 2026 07:11 EDT
 
 

લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી તે 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સની શનિવારે જાહેરાત કરાઇ છે. વર્ષ 2024માં રિલીઝ થયેલી ફિલ્મો અને વિવિધ ક્ષેત્રે શાનદાર પરફોર્મન્સ માટે જાહેર થયેલા આ એવોર્ડ અંતર્ગત ફિલ્મ ‘આર્ટિકલ 370’ને બેસ્ટ ફીચર ફિલ્મ જ્યારે તેમાં મુખ્ય ભૂમિકા ભજવનાર યામી ગૌતમને લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટ્રેસનો પુરસ્કાર જાહેર થયો છે.
મલયાલમ ફિલ્મ ‘બ્રમાયુગમ’ માટે દક્ષિણ ભારતના દિગ્ગજ અભિનેતા મમૂટીને તેમજ ‘ચંદુ ચેમ્પિયન’ માટે કાર્તિક આર્યનને બેસ્ટ એક્ટરનો સંયુક્ત પુરસ્કાર જાહેર થયો છે.
ફિલ્મ ‘શ્રીકાંત’ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ તો ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મ જાહેર કરાઇ છે. ‘મારણ’માં યશ સોની અને દિક્ષા જોશીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત ફિલ્મ ‘રાયન’ને બેસ્ટ તમિલ ફિલ્મ, ‘કમિટી કુર્રોલ્લુ’ને બેસ્ટ તેલુગુ ફિલ્મ, ‘લાહરી’ને બેસ્ટ ઓડિયા ફિલ્મ, ‘મુક્કામ પોસ્ટ બોમ્બિલવાડી’ને બેસ્ટ મરાઠી ફિલ્મ અને ‘'સુનીતા’ને બેસ્ટ મણિપુરી ફિલ્મના એવોર્ડ જાહેર થયા છે. આ ઉપરાંત ફિલ્મ ‘કેપ્ટન મિલર’ને રાષ્ટ્રીય અને સામાજિક મૂલ્યોને પ્રોત્સાહન આપતી બેસ્ટ ફિલ્મ જાહેર કરાઇ છે તો ‘મૈય્યાઝગન’ને સ્પેશિયલ મેન્શનથી સન્માનિત કરાઇ છે.
આ વર્ષના નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ‘આર્ટિકલ 370’, ‘આમરણ’, ‘પુષ્પા-2’, ‘કલ્કિ 2898 એડી’ અને ‘બ્રમાયુગમ’ જેવી ફિલ્મોએ અલગ-અલગ કેટેગરીમાં પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. ખાસ કરીને યામી ગૌતમ અને કાર્તિક આર્યન માટે આ એવોર્ડ તેમની કારકિર્દીના સૌથી મોટા સન્માનોમાંના એક માનવામાં આવી રહ્યા છે.

વિવિધ કેટેગરીમાં એવોર્ડ વિજેતા

બેસ્ટ ફીચર ફિલ્મ: આર્ટિકલ 370
બેસ્ટ એક્ટર: કાર્તિક આર્યન (ચંદુ ચેમ્પિયન), મમૂટી (બ્રમાયુગમ્)
બેસ્ટ એક્ટ્રેસ: યામી ગૌતમ (આર્ટિકલ 370)
બેસ્ટ ડિરેક્ટર: રાજકુમાર પેરિયાસામી (આમરણ)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ: રૂપાશ્રી વર્કડી (મિથ્યા), સચાના નામિદાસ (મહારાજા)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર: સંજય મિશ્રા (ભક્ષક)
બેસ્ટ એન્ટરટેઇનમેન્ટ ફિલ્મ: કલ્કિ 2898 એડી
બેસ્ટ સિનેમેટોગ્રાફી: બ્રમાયુગમ
બેસ્ટ સ્ક્રીનપ્લે: સુકુમાર (પુષ્પા 2)
બેસ્ટ ડાયલોગ: લકી ભાસ્કર
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન: કલ્કિ 2898 એડી
બેસ્ટ એક્શન: મહારાજા
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન: પુષ્પા 2
બેસ્ટ મ્યુઝિક (સોંગ્સ): આર્ટિકલ 370
બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર: આમરમ
બેસ્ટ લિરિક્સ: મનોજ મુન્તશિર (મેદાન)
બેસ્ટ કોરિયોગ્રાફી: સ્ત્રી 2
બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન: ભૂલ ભૂલૈયા 3
બેસ્ટ એડિટિંગ: આમરણ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter