અભિનેત્રી નેહા ધૂપિયા પોતાની આગામી ફિલ્મ પર ‘બ્લૂ’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મથી તે હોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મના મેકર્સે તેનો પહેલો લુક અને ટ્રેલર રિલીઝ કર્યાં છે. તેમાં નેહા ધૂપિયા એક અલગ જ લુકમાં જોવા મળે છે. આ ફિલ્મ પર ‘52 બ્લૂ’ ફિફા વર્લ્ડ કપ 2022ના બેકગ્રાઉન્ડમાં એક ભારતીય પ્રવાસી મજૂરના જીવન પર આધારિત છે.
ફિલ્મના મેકર્સે રિલીઝ કરેલા 2 મિનિટ 11 સેકન્ડના ટ્રેલરમાં બતાવાયું છે કે નેહા ધૂપિયાએ આશિષ નામના એ વ્યક્તિ (શશીધર યાદવ)ની માતાનો રોલ કર્યો છે, જે લિયોનેલ મેસીનો જોરદાર ફેન છે. તે લિયોનેલ મેસીને મળવા માટે વિદેશ જાય છે. ત્યાં જઈને ફસાઈ જાય છે. ભારતમાં આશિષનો પરિવાર પહેલાં તો તેના વિદેશ જવાથી ખુશ થાય છે, પણ પછી જ્યારે તે પાછો નથી આવતો ત્યારે પરિવારના લોકો પરેશાન થઈ જાય છે.
આ ફિલ્મમાં નેહાની સાથે આદિલ હુસૈન પણ છે, જે તેના પતિનું પાત્ર ભજવે છે. આ બંનેની આ પહેલી ઓનસ્ક્રીન જોડી છે. ફિલ્મના મોટા ભાગના પ્રસંગ કેરળના કોચ્ચિમાં ફિલ્માવાયા છે, જયાંના તટો અને ટાપુનાં દૃશ્યો પટકથાને ખૂબ સારી રીતે રજૂ કરે છે. આ ફિલ્મ ઇજિપ્તના ફિલ્મમેકર અલી અલ-અરબીના ડિરેક્શનમાં બની છે. નેહા ધૂપિયાએ 2003માં ફિલ્મ ‘કયામત’થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. છેલ્લે તે ‘બેડ ન્યૂઝ’ નામની 2024માં આવેલી ફિલ્મમાં જોવા મળી હતી.


