નોરા ફતેહીએ ‘ફિફા’ વર્લ્ડ કપમાં ત્રિરંગાનું અપમાન કર્યું

Saturday 10th December 2022 05:29 EST
 
 

નોરાનું નામ થોડા સમય પૂર્વે ઠગ સુકેશ ચંદ્રશેખરે આચરેલા રૂ. 200 કરોડના ખંડણી કેસમાં અખબારોમાં ચમક્યું હતું, અને તાજેતરમાં જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ તેની પાંચ કલાક પૂછપરછ પણ કરવામાં આવી હતી. આ મામલો નિપટ્યો નથી ત્યાં નોરા નવા વિવાદમાં સપડાઇ છે. નોરા તેના શાનદાર ડાન્સ માટે જાણીતી છે. હાલ કતારમાં ચાલી રહેલા ‘ફિફા’ વર્લ્ડ કપમાં તેણે શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું, પરંતુ આ દરમિયાન તેણે ઉત્સાહના અતિરેકમાં એક ભૂલ કરી દીધી હતી. આ કાર્યક્રમ દરમિયાન પોતાની અદાઓ દ્વારા સૌના દિલ જીતી લેનારી નોરાએ હાથમાં ભારતીય ત્રિરંગો લઈને જય હિંદના નારા લગાવ્યા હતા. આ સાથે જ તેણે આંતરરાષ્ટ્રીય ઈવેન્ટમાં ભારતીયોને ગૌરવ અપાવ્યું હતું, પરંતુ ઉત્સાહમાં આવીને તેણે રાષ્ટ્રધ્વજ ઊંધો ફરકાવ્યો હતો. આ ઘટનાના ઘણાં વીડિયો ઈન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નોરા દર્શકોને કહે છે, ભારત ભલે ‘ફિફા’ વર્લ્ડ કપનો ભાગ ન હોય, પરંતુ ભારતીયોમાં ઉત્સાહની કમી નથી. આ સાથે જ તે ઊંધો રાષ્ટ્રધ્વજ ફરકાવવા લાગી હતી. નોરાએ આ ઈવેન્ટમાં બોલિવૂડના ઘણા ગીતો પર ડાન્સ કરીને લોકોના દિલ જીતી લીધા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter