પરિણિતી અને સાંસદ રાઘવ ચઢ્ઢા રિલેશનમાં છે?

Wednesday 29th March 2023 04:42 EDT
 
 

ફિલ્મ અભિનેત્રી પરિણિતી ચોપરા અને ‘આપ’ના સાંસદ રાઘવ ચઢ્ઢા ડેટિંગ કરી રહ્યાં હોવાનું ચર્ચાય છે. તાજેતરમાં તેઓ એક રેસ્ટોરાંમાં સાથે જોવા મળ્યાં હતાં. તે વખતે જોવા મળેલી તેમની આત્મીયતા પરથી આ અંદાજ લગાવાઈ રહ્યો છે. પરિણિતી ચોપરા સિંગલ છે જ્યારે 34 વર્ષીય રાઘવે પણ હજી સુધી લગ્ન કર્યા નથી. હજુ તાજેતરમાં જ અભિનેત્રી સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહમદ સાથે લગ્ન કર્યાં છે. તે પછી આ બીજી અભિનેત્રીનું યુવા રાજકારણી સાથે ડેટિંગ ચાલતું હોવાનું ચર્ચાય છે. હાલ જાન્યુઆરી મહિનામાં પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનું ભારત-યુકે આઉટસ્ટેન્ડિંગ અચીવર ઓનર્સ સન્માન કરવામાં આવ્યું હતું.  આ સેરેમની બ્રિટિશ યૂનિવર્સિટીમાં અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. 15 વરસ પહેલા પરિણિતી બ્રિટનની માનચેસ્ટર સ્કૂલની વિદ્યાર્થિની હતી. તો રાઘવ ચઢ્ઢાએ પણ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં શિક્ષણ લીધું છે. બન્ને જ અભ્યાસમાં હોંશિયાર હતા અને પોતાના ક્લાસના ટોપર પણ હતા. તેથી બન્નેને કદાચ એકબીજા સાથે સારા સંબંધ પણ હોઇ શકે એમ મનાય છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter