પરિણીતી અને અક્ષયની યોર્કમાં પંજાબી ગપશપ

Wednesday 10th August 2022 06:27 EDT
 
 

બોલિવૂડ ઇવેન્ટ્સમાં ખૂબ ઓછી હાજરી છતાં પરિણીતી ચોપરાને મોટા બેનરની ફિલ્મો મળતી રહે છે. પરિણીતીએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પોતાના અપકમિંગ પ્રોજેક્ટનું એનાઉન્સમેન્ટ કર્યું છે, જેમાં તે અક્ષયકુમાર સાથે કામ કરવાની છે. અગાઉ ‘કેસરી’ ફિલ્મમાં અક્ષય-પરિણીતીએ સાથે કામ કર્યું હતું. હવે આ જોડી બીજી ફિલ્મમાં સાથે જોવા મળશે.
અહીં બ્રિટનમાં જ યોર્ક ખાતે તેની ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોવાના અહેવાલ છે. પરિણીતીએ અક્ષયકુમાર સાથેનો ફોટોગ્રાફ્સ શેર કરતાં લખ્યું છે કે, ‘કેસરી’ની જોડી યોર્કમાં શુટિંગ કરી રહી છે. જોકે જોક્સ, ગમ્મત અને પંજાબી ગપસપ એવા જ છે. પરિણીતી અને અક્ષયની ફિલ્મ ચોથી જુલાઈએ ફ્લોર પર ગઈ છે. જૂપા એન્ટરટેઈનમેન્ટ દ્વારા ફિલ્મનું પ્રોડક્શન થઈ રહ્યું છે. ફિલ્મનું નામ હજુ ફાઈનલ થયું નથી, પરંતુ ફિલ્મને આગામી વર્ષે થિયેટરમાં રિલિઝ કરવામાં આવશે.
અક્ષયે થોડા દિવસ અગાઉ શુટિંગમાંથી પરત ફરતી વખતનો ફોટોગ્રાફ શેર કર્યો છે. જેમાં તેણે લખ્યું હતું કે, વરસાદ હોય અને શુટિંગ કેન્સલ થાય ત્યારે યોર્કથી લંડન ઘરે પરત જતી વખતે... ફોટોગ્રાફમાં અક્ષય રેલવે સ્ટેશન પર ઊભેલો જોવા મળ્યો હતો.
અક્ષય કુમારની ભૂમિ પેડનેકર સાથેની ફિલ્મ ‘રક્ષાબંધન’ 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. તેની સીધી ટક્કર આમિર ખાનની ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ સાથે છે. પરિણીતી ચોપરાની ફિલ્મ ‘ઊંચાઈ’ને સૂરજ બરજાત્યા બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, નીના ગુપ્તા, બોમન ઈરાની અને ડેની ડેન્ગઝપ્પા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter