પરિણીતી-રાઘવને ત્યાં પારણું બંધાયું

Friday 31st October 2025 06:55 EDT
 
 

એકટ્રેસ પરિણીતી ચોપરા અને રાજકીય નેતા રાઘવ ચઢ્ઢાને ત્યાં પારણું બંધાયું છે. પરિણીતી અને રાઘવે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશખબર ચાહકોને આપતા જણાવ્યું હતું કે તેમને ત્યાં પુત્ર-જન્મ થયો છે. આ પછી તેમના પર અભિનંદનનો વરસાદ વરસ્યો હતો. પરિણીતી તથા રાઘવ ચઢ્ઢાએ સંયુક્ત પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘પહેલાં અમે બે જ હતાં, હવે આખી દુનિયા અમારી છે.’ ક્રિતી સેનન, અનન્યા પાંડે સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓએ આ પોસ્ટને વધાવી અભિનંદન પાઠવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે પરિણીતી અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ સપ્ટેમ્બર 2023માં ઉદયપુરમાં લગ્ન કર્યાં હતાં. ગયા ઓગસ્ટ માસમાં પરિણીતીએ પ્રેગનન્સીની સત્તાવાર જાહેરાત કરી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter