અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અને પત્ની આલિયાના સંબંધમાં પહેલાં તણાવ પ્રવર્તતો હતો, જોકે હવે જણાવાઈ રહ્યું છે કે તેઓ વચ્ચે બધું બરાબર છે. અને હવે નવાઝુદ્દીન પત્ની અને બાળકો સાથે દુબઇ શિફ્ટ થઈ રહ્યો છે. એક ઈન્ટરવ્યુમાં આલિયાએ પણ આ વાતને સમર્થન આપ્યું છે. તેના જણાવ્યા પ્રમાણે બાળકો હવે દુબઈમાં જ રહેશે અને સમગ્ર પરિવારે દુબઈમાં સ્થાયી થવાનો નિર્ણય કર્યો છે. નવાઝ અને આલિયા વચ્ચે બધું ઠીકઠાક થયા પછીની આ પહેલી ટ્રીપ છે. આલિયાએ જણાવ્યું હતું કે બાળકોના અભ્યાસાર્થે અમે દુબઈ જઈ રહ્યા છીએ. અમારા સંતાનો શોરા અને યાની પોતાના અભ્યાસને એન્જોય કરી રહ્યા નથી. તેઓ ઓનલાઈન નહીં, પરંતુ ક્લાસરૂમમાં જઈને અભ્યાસ કરવા માંગે છે અને ભારતમાં તે નજીકના ભવિષ્યમાં તો શક્ય જણાતું નથી. મારા બાળકોની બોડી લેંગ્વેજ જ બદલાઈ ગઈ છે, અને ક્લાસરૂમમાં જે અભ્યાસ થઇ શકે તે ઓનલાઈન તો શક્ય જ નથીને?! દુબઇમાં તમામ વ્યવસ્થા થઈ ચૂકી છે, ત્યાં અમારી સારસંભાળની પૂરતી વ્યવસ્થા છે. ઉલ્લેખની છે કે હાલ નવાઝ અને આલિયા બાળકો સાથે કસારા ફાર્મ હાઉસમાં છે.