પહેચાન કૌન?

Tuesday 30th August 2022 11:27 EDT
 
 

બોલિવૂડમાં નવાઝુદ્દીન સિદ્દીકી જેવું ટેલેન્ટ બહુ ઓછા કલાકારો પાસે છે તે વાત ભાગ્યે જ કોઇ અસહમત થશે. નવાઝુદ્દીન હંમેશાં તેના કામ સાથે જાતભાતના પ્રયોગ કરતો રહે છે. નવાઝની અપકમિંગ ફિલ્મ ‘હડ્ડી’નું મોશન પોસ્ટર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. પોસ્ટરમાં નવાઝ ગ્લેમરસ યુવતીના અવતારમાં જોવા મળ્યો છે. પહેલી નજરે નવાઝને ઓળખવો પણ મુશ્કેલ છે. મોશન પોસ્ટરમાં નવાઝે ગ્રે રંગના ગાઉનમાં સ્ટાઈલીશ લૂકમાં પોઝ આપ્યો છે. નવાઝની ફિલ્મનું પોસ્ટર જોયા બાદ ચાહકોમાં ફિલ્મ અંગે ઉત્સુકતા વધી ગઈ છે. આ ફિલ્મ રિવેન્જ ડ્રામા છે. ફિલ્મને અનંદિતા સ્ટુડિયો તથા ઝી સ્ટુડિયોએ પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મને અક્ષય અજય શર્માએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. નવાઝને આ લૂકમાં જોઈને ચાહકો પણ નવાઈમાં પડી ગયા છે. એક યૂઝરે કહ્યું હતું કે તેને આ પોસ્ટર ઘણં જ પસંદ આવ્યું છે. અન્ય એકે કહ્યું હુતં કે તેણે આવું પોસ્ટર આ પહેલં ક્યારેય જોયું નથી. શાનદાર કામ. ઘણા યૂઝર્સે નવાઝ આ લૂકમાં અર્ચના પૂરન સિંહ જેવો લાગતો હોવાનું કહ્યું હતું. ઉલ્લેખનીય કે નવાઝ છેલ્લે હીરોપંતી-૨માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તે વિલનના રોલમાં હતો હવે તે હોલી કાઉમાં જોવા મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter