દુબઇથી તેલ અવીવ જઇ રહેલી ફ્લાઇટમાં ઓમાની પાયલોટે ભારતીય પાયલોટ સ્મિત મચ્છર પર હુમલો કરીને પ્લેન ક્રેશ કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્મિત મચ્છરે તે સમયે દાખવેલીની દુનિયાભરમાં પ્રશંસા કરી રહ્યા છે, જેમાંથી બોલિવૂડ પણ બાકાત નથી. સલમાન ખાને પણ સ્મિત મચ્છર માટે એક્સ પર એક પોસ્ટ લખીને તેમની પ્રશંસા કરી છે. સલમાન ખાને પોસ્ટમાં લખ્યું હતુંઃ “પાયલોટજી કમાલ કરી દીધી. અમે સહુ તમને સલામ કરીએ છીએ. તમારી સાથે ફ્લાઈટમાં ઉડવું તે મારું સૌભાગ્ય રહેશે. શાબાશ બ્રો... કેપ્ટન સ્મિત મચ્છર’. સેંકડો યૂઝરે પણ સલમાનની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી હતી. એક યૂઝરે લખ્યું કે, ‘ગણવેશ પર લાગેલા બેજના મુકાબલે હૃદયમાં ધબકતો દેશપ્રેમ વધુ મહત્વ ધરાવે છે. કેપ્ટન સાહેબ, તમે પુરવાર કરી દીધું કે આકાશ પણ પોતાના લોકો સામે ઝુકે છે. બીજા યૂઝરે લખ્યું કે, હુમલો થતાં સ્મિત હાર પણ માની શક્યા હોત. પરંતુ લોકોનો જીવ બચાવવાની બાબતને તેમણે વધુ જરૂરી માની. અસલી હીરો છે.'


