પાટણના પટોળામાં શોભતી ઉર્વશી

Sunday 04th July 2021 07:22 EDT
 
 

એકટ્રેસ ઉવર્શી રૌતેલા પોતાની રોયલ લાઈફસ્ટાઈલને કારણે સોશયલ મીડિયામાં અવારનવાર ચર્ચાનો વિષય બનતી રહે છે. તાજેતરમાં ઉર્વશીએ સદીના મહાનાયક મનોજ કુમારની પૌત્રી મુસ્કાનની મહેંદી સેરિમનીમાં પાટણનું જગવિખ્યાત પટોળું પહેરીને પહોંચી હતી. ઉર્વશીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો અને કેટલીક તસવીરો પણ શેર કરી હતી. ઉર્વશીનું કહેવું છે કે ગુજરાતી પટોળાનો તેની પ્રિય સાડીઓમાં સમાવેશ થાય છે. ઉર્વશીએ સાડીની સાથે શોભી ઉઠે તેવી હેવી જ્વેલરી પણ પહેરી છે. પટોળાની કિંમત પાંચેક લાખ રૂપિયા હોવાનું મનાય છે. ઉર્વશીના પટોળા અને જ્વેલરી સાથે તેના ટોટલ લૂકની કિંમત ૫૮ લાખથી વધુ આંકવામાં આવે છે. ઉર્વશીએ ફોટો કેપ્શનમાં લખ્યું હતુંઃ મને ગુજરાતી પટોળું પહેરવું ખૂબ ગમે છે. આ સાડીને ડિઝાઈનર આશા ગૌમત દ્વારા બનાવવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter