પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર બિઝનેસમેનના પ્રેમમાં પડી

Sunday 04th December 2022 05:20 EST
 
 

પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર રિલેશનશિપમાં હોવાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. 2017માં માનુષી મિસ વર્લ્ડ બની હતી. માનુષી હાલમાં બિઝનેસમેન નિખિલ કામતને ડેટ કરે છે. નિખિલ ફાઇનાન્સિયલ કંપની ઝરોધાનો કો-ફાઉન્ડર છે. માનુષી તથા નિખિલ બંને એકબીજાને 2021થી ડેટ કરે છે અને હવે બંને લિવ ઇનમાં રહે છે. જોકે, માનુષી હાલમાં પોતાનું ધ્યાન બોલિવૂડ કરિયર પર ફેકસ કરવા માગે છે અને તે નથી ઈચ્છતી કે તેના સંબંધોની વાત બહુ ચર્ચાય.
નિખિલ કામતે 2019માં ઈટલીના ફ્લોરન્સ શહેરમાં અમાન્ડા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. જોકે, એક વર્ષ બાદ બંને અલગ થઈ ગયા હતા. બંનેએ 2021માં ડિવોર્સ લીધા હતા. માનુષી 2017માં મિસ વર્લ્ડ બની હતી. પ્રિયંકા ચોપરા પછી 17 વર્ષ બાદ ઇન્ડિયન મોડેલે મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. મોડેલિંગમાં આવ્યા પહેલાં માનુષી મેડિકલની વિદ્યાર્થિની હતી. 2022માં માનુષીએ ફિલ્મ ‘પૃથ્વીરાજ ચૌહાણ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. અક્ષય કુમારને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મ જોકે બોક્સ ઓફ્સિ પર નિષ્ફ્ળ રહી હતી. માનુષી ત્રણ ભાઈ-બહેનમાં નાની છે. તેની મોટી બહેન દિવાંગના છિલ્લરે એલએલબીનો અભ્યાસ કર્યો છે. માનુષીના માતા-પિતાએ હરિયાણાના રોહતકમાંથી તબીબી અભ્યાસ કર્યો છે. પિતા ડો. મિત્ર બસુ ભારત સરકારના ડીઆરડીઓ વિભાગમાં મેડિકલ ઓફ્સિર તરીકે જ્યારે માતા નીલમ દિલ્હીની ગવર્નમેન્ટ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter