પેરિસ ફેશન વીકમાં ઐશ્વર્યાનો બ્લેક ગાઉનમાં રોયસ લૂક

Sunday 11th October 2026 08:24 EDT
 
 

અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને પેરિસ ફેશન વીકમાં લા ડેફિલે લૌરિયલ પેરિસ શોમાં પોતાના અદભુત લુકથી ફરી એકવાર સૌના દિલ જીતી લીધા છે. આ શોમાં ઐશ્વર્યાએ બ્લેક કલરનું સુંદર કસ્ટમ ગાઉન પહેર્યું હતું, જેની સાથે મોતી અને સ્ફટિકોથી શણગારેલું વેલ્વેટ કેપ જોડાયેલું હતું. આ સાથે જ તેનું નવું બર્ગંડી - રેડ હેર ટ્રાન્સફોર્મેશન અને ડાયમંડ ક્રાઉન તેના લુકને વધુ ખાસ બનાવતા હતા. ઐશ્વર્યાએ હોલિવૂડની અને વૈશ્વિક હસ્તીઓ જેમ કે કેન્ડલ જેન, સિમોન એશ્લી, સેલિન ડીયોન, ઇવા લોંગોરિયા અને જેન ફોન્ડા સાથે રેમ્પ શેર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter