પેરિસ ફેશન વીકમાં દીપિકા

Wednesday 19th October 2022 06:52 EDT
 
 

દીપિકા પાદુકોણે પેરિસમાં ચાલી રહેલા ફેશન વીકમાં હાજર રહીને ફ્રાન્સના મીડિયામાં છવાઇ ગઇ છે. પેરિસ ફેશન વીકમાં મોટા ભાગે હોલિવૂડના ‘એ લિસ્ટર્સ’ જેમ કે એલિસિયા વિકેન્ડર, એન્ટોની અર્નાલ્ટ, એના ડી એરમાસ જેવી હસ્તીઓ હાજરી આપવા પહોંચે છે. આ ફેશન શોમાં હાજરી આપવાની સાથે જ બોલિવૂડ સુપરસ્ટાર દીપિકા પાદુકોણનું નામ પણ આ હોલિવૂડના ‘એ લિસ્ટર્સ’ની યાદીમાં સામેલ થઈ ગયું છે. ફેશન વીકની શેર કરાયેલી તસવીરોએ દીપિકાના ફેન્સનું દિલ જીતી લીધું છે. આ ફેશન શોના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. ફેશન વીકમાં હાજરી આપવા દરમિયાન દીપિકાના ફેન્સને આ અદાકારોનો કાતિલ અંદાજ જોવા મળ્યો. શો દરમિયાન દીપિકાએ ગ્રે મીની ડ્રેસ પહેર્યો હતો અને તેણે પોતાના લૂકને બોલ્ડ લિપ્સ અને ઓપન હેર સાથે કમ્પ્લીટ કર્યો હતો. તે આ લૂકમાં સુંદર લાગી રહી હતી. દીપિકા આ શોમાં હિસ્સો લેવા માટે પોતાના માતાપિતા સાથે પહોંચી છે. વાઈરલ થયેલા વીડિયોમાં દીપિકા સાથે તેના પિતા પ્રકાશ પાદુકોણ અને માતા ઉજ્જવલા પણ જોવા મળતા હતા. વીડિયોમાં દીપિકાના માતા પણ કોઈ બોલિવૂડ એક્ટ્રેસ જેવા લાગી રહ્યાં છે. વ્હાઈટ શર્ટ, ટ્રાઉઝર અને સૂટમાં તેમનો સ્ટાઇલિશ અંદાજ જોવા મળ્યો. તો તેના પિતા પ્રકાશ પાદુકોણ પણ એકદમ કલાસિક અને કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યા. તેમણે વ્હાઈટ ટી-શર્ટ ઉપર બ્લેક કલરનું સ્વેટર પહેર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter