પૈસો કે લિયે ઝૂકેગા નહીં પુષ્પા...

Saturday 20th August 2022 06:33 EDT
 
 

‘પુષ્પા’થી લોકપ્રિય બનેલા અલ્લુ અર્જુને દારૂની જાહેરખબર કરવા માટે 10 કરોડ રૂપિયાની તગડી ઓફર ફગાવી દીધી છે. અલ્લુ અર્જુન આ અગાઉ સિગારેટ તથા પાન-મસાલાની એડવર્ટાઇઝ કરવાની ઓફર પણ ફગાવી ચૂક્યો હોવાનું નોંધનીય છે.
અલ્લુ પોતે કોઈ પણ નશીલા પદાર્થની જાહેરખબર કરવામાં માનતો નથી. આથી તેણે 10 કરોડ રૂપિયાની જંગી ઓફર છતાં એક લિકર બ્રાન્ડનું એન્ડોર્સમેન્ટ કરવાનો ઈનકાર કરી દીધો છે. સાઉથ ઇંડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ટોચના સ્થાને બિરાજતો અલ્લુ એક એન્ડોર્સમેન્ટ માટે સાતથી આઠ કરોડ રૂપિયાનો તોતિંગ ચાર્જ વસૂલ કરે છે. જોકે લિકર બ્રાન્ડ દ્વારા તેને વધારે મોટી ઓફર હોવા છતાં અલ્લુએ કહી દીધું હતું કે પોતે રૂપિયા માટે પોતાના નિયમો સાથે બાંધછોડ કરવા તૈયાર નથી. બીજી તરફ, બોલિવૂડના સ્ટાર્સનું વલણ આ બાબતે સાવ વિપરિત છે. અજય દેવગણ અને શાહરુખ ખાન એક પાનમસાલા બ્રાન્ડને એન્ડોર્સ કરે છે. હવે એડમાં અક્ષય કુમાર પણ ઉમેરાયો છે. જોકે આ મુદ્દે તેને ફિલ્મચાહકોની ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ફિટનેસ માટે જાણીતા અને ધુમ્રપાનવિરોધી સરકારી જાહેરખબરોમાં ચમકેલા અક્ષયને એક પાનમસાલા બ્રાન્ડને એન્ડોર્સ કરતો જોયા પછી ચાહકો તેના પર વરસી પડ્યા હતા. આ પછી તેણે ચાહકોની માફી તો માગી છે, પરંતુ કોન્ટ્રેક્ટના કારણે જાહેરખબરોનું પ્રસારણ હજુ પણ ચાલુ જ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter