પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રાને રાહત

Tuesday 28th December 2021 11:42 EST
 
 

રાજ કુન્દ્રાને પોર્નોગ્રાફી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ સામે ચાર સપ્તાહ સુધી મનાઇહુકમ ફરમાવ્યો છે. અહેવાલો અનુસાર કોર્ટે મહારાષ્ટ્ર સરકારને પણ નોટિસ મોકલી છે. ઉલ્લેખનીય છે કે, ૨૫ નવેમ્બરે રાજની આગોતરા જામીન બોમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી હતી, ત્યારબાદ રાજે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. રાજે તેની અરજીમાં કહ્યું હતું કે, જે વીડિયો વિશે વાત કરવામાં આવી રહી છે તેમાં કોઈ શારીરિક કે પુખ્ત સામગ્રી બતાવવામાં આવી નથી. આ સાથે રાજે કોર્ટને જણાવ્યું હતું કે, તે બોલ્ડ વીડિયો બનાવવા અને પ્રસારિત કરવામાં સામેલ નથી. ઉપરાંત રાજ કુન્દ્રાએ દાવો કર્યો હતો કે તેને આ કેસમાં ફસાવવામાં આવ્યો છે. તમને જણાવવું રહ્યું કે, આ કેસમાં પૂનમ પાંડે અને શર્લિન ચોપરા જેવી એક્ટર્સ પણ સામેલ છે. આ કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજની ક્રાઈમ બ્રાન્ચે જુલાઈમાં ધરપકડ કરી હતી. હોટશોટ એપ દ્વારા એડલ્ટ કન્ટેન્ટ બતાવવા અને વેચવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં ઉમેશ કામત, શુભોજિત ચૌધરી અને સેમ અહમદ પણ સહઆરોપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter