જે સમયથી ફિલ્મ ‘આદિપુરુષ’ની કાસ્ટમાં પ્રભાસ અને ક્રિતી સેનનનું નામ જોડાયું છે તે દિવસથી પ્રભાસ અને ક્રિતી વચ્ચે અફેર હોવાની વાતો વહેતી થઇ છે. ફિલ્મના રિલીઝ થયેલા ટીઝર બાદ પણ બંનેની જોડી સુપરહિટ છે અને સાથે બહુ સારા લાગી રહ્યા છે એમ અનેક ફેન્સ કહી રહ્યા હતા. બંને સુપરસ્ટાર્સના સમર્થકો તેમને સાથે જોવા માટે તલપાપડ છે. જોકે તે પહેલા એક મીડિયા રિપોર્ટે સૌ કોઇનું ધ્યાન ફરી એક વાર તેમની રિલેશનશીપ તરફ ખેચ્યું છે રિપોર્ટ મુજબ, પ્રભાસ અને ક્રિતીએ ચુપચાપ માલદીવ્સમાં સગાઇ કરી લીધી છે.
પ્રભાસની સગાઇ અંગે સમાચાર આવતાં જ પ્રભાસની ટીમ એક્ટિવ થઇ ગઇ છે અને તેમણે આ સમાચારને અફવા ગણાવ્યા છે. પ્રભાસની ટીમના સભ્યે કહ્યું હતું કે, પ્રભાસ અને ક્રિતી ફક્ત સારા મિત્રો છે. તેમણે સગાઇ કરી લીધી હોવાના સમાચાર પાયાવિહોણા છે. આ સાથે જ પ્રભાસના જૂના મિત્રોએ પણ જણાવ્યું હતું કે, મીડિયામાં ચાલતી વાતો પર વિશ્વાસ ન કરો, આ કોઇના ભેજાએ ઉપજાવી કાઢેલી વાત છે. પ્રભાસ અને ક્રિતી એક ફિલ્મમાં કો-સ્ટાર છે. તેમના ફ્રેન્સે પણ તેમના સિવાય કોઇની પણ વાત પર વિશ્વાસ ન કરવો જોઇએ.
પ્રભાસને પણ એક ચેટ શોમાં પુછવામાં આવ્યું હતું કે, શું તે 2023માં મેરેજ કરવાનો છે? તેના જવાબમાં પ્રભાસે હસીને ના કહી હતી. ફિલ્મ ‘આદિપુરુષ’માં પ્રભાસ ભગવાન શ્રીરામ અને ક્રિતી સીતા માતાનું પાત્ર ભજવી રહ્યા છે. બંને પહેલીવાર કોઇ ફિલ્મ પ્રોજેક્ટમાં સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મને 16 જૂને પાન-ઇન્ડિયા રિલીઝ કરવામાં આવશે.