પ્રભાસની ૩ ફિલ્મમાં રૂ. ૧૦૦૦ કરોડ દાવ પર

Sunday 06th December 2020 06:41 EST
 
 

બાહુબલી સીરિઝ ફિલ્મોની ઐતિહાસિક સફળતા બાદ પ્રભાસનું સ્ટારડમ વધી ગયું છે. અગાઉ સાઉથ ઇન્ડિયાના સ્ટાર ગણાતા પ્રભાસ હવે દેશ-વિદેશમાં વસતાં હિન્દી ફિલ્મોના ચાહકોમાં લોકપ્રિય છે. બાહુબલીએ બોક્સ ઓફિસ પર તગડું કલેક્શન મેળવ્યા બાદ ફિલ્મ મેકર્સને આશા છે કે, પ્રભાસના નામ પર કરેલું ઇન્વેસ્ટમેન્ટ તેમને સારો પ્રોફિટ અપાવશે. હાલના સમયે પ્રભાસ ત્રણ ફિલ્મ પર કામ કરી રહ્યો છે અને ત્રણેય ફિલ્મ પર થઈને કુલ રૂ. ૧૦૦૦ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થયું છે.
પ્રભાસની ફિલ્મ ‘રાધેશ્યામ’નું શૂટિંગ થોડા દિવસ પહેલાં ફોરેન લોકેશન પર પૂરું થયું છે. આ ફિલ્મમાં તેમની સાથે પૂજા હેગડે છે. આવતા વર્ષે રીલિઝ થનારી આ ફિલ્મનું બજેટ રૂ. ૨૫૦ કરોડ છે.
અજય દેવગણ સાથે ‘તાન્હાજી’ ફિલ્મ બનાવનારા ડાયરેક્ટર ઓમ રાઇતે હવે પ્રભાસની સાથે ‘આદિપુરુષ’નું કામ શરૂ કર્યું છે. આ એપિક ડ્રામાની રિલિઝ ડેય ૧૧ ઓગસ્ટ ૨૦૨૨ નક્કી થઇ છે. આ મલ્ટિસ્ટારર ફિલ્મનું બજેટ રૂ. ૨૫૦ કરોડથી વધુ હોવાનું કહેવાય છે.
આ ઉપરાંત મેગા સ્ટાર અમિતાભ બચ્ચન અને દિપીકા પાદુકોણ સાથે પ્રભાસની એક ફિલ્મ પાઈપલાઈનમાં છે. આ ફિલ્મનું બજેટ રૂ. ૩૦૦ કરોડથી વધુ હોવાના અહેવાલ છે. ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે ફિલ્મનું બજેટ તો નક્કી થતું હોય છે, પણ ફિલ્મ રિલિઝ થતાં સુધીમાં આ આંકડો ઘણો વધી જતો હોય છે. આમ, પ્રભાસની આ ત્રણ ફિલ્મનું કુલ બજેટ રૂ. ૧૦૦૦ કરોડથી વધુ જશે છે તે નક્કી છે. કોવિડ-૧૯ના આ આ કપરા સમયમાં એકમાત્ર પ્રભાસ એવો સ્ટાર છે, જેના નામે નિર્માતાઓએ રૂ. ૧૦૦૦ કરોડ દાવ પર લગાવ્યા હોય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter