પ્રિયંકા અને તેની પુત્રી ‘વોગ’ના કવરપેજ પર

Monday 06th February 2023 07:06 EST
 
 

પ્રિયંકા ચોપરાએ બ્રિટિશ ‘વોગ’ મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે. તેમાં તે તેની પુત્રી માલતી મેરી સાથે નજરે પડી રહી છે. બંનેએ તેમાં રેડ ડ્રેસ પહેર્યાં છે. પ્રિયંકાએ પોતાના માટે લક્ઝરી બ્રાન્ડનો ડ્રેસ પસંદ કર્યો હતો. તેમાં ટર્ટલ નેકલાઇન આપવામાં આવી હતી. આ મિડીમાં વેસ્ટલાઇન સુધી ફિટિંગ આપવામાં આવ્યું હતું. તેની પુત્રી માલતીને રેડ કલરનું સુંદર ફ્રોક પહેરાવવામાં આવ્યું હતું. તેમાં તે ઘણી ક્યુટ લાગતી હતી. પ્રિયંકાએ માલતીનો ચહેરો છૂપાવતા તેને પોતાની છાતીસરસી રાખી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter