પ્રિયંકા ચોપરાએ UKમાં કોરોના પ્રોટોકોલ તોડતાં પોલીસ આવી ગઈ

Monday 11th January 2021 06:57 EST
 
 

હાલમાં પ્રિયંકા ચોપરા લંડનમાં છે. તાજતેરમાં UKમાં કોરોનાનો નવો સ્ટ્રેન વધુ ઘાતક હોવાથી ૧૫ ફેબ્રુઆરી સુધી લોકડાઉન જાહેર કરાયું છે. લોકડાઉનમાં સલૂન તથા સ્પા સહિત પર્સનલ કેર સર્વિસ બંધ કરાઈ છે એવામાં તાજેતરમાં પ્રિયંકા ચોપરા માતા મધુ ચોપરા સાથે સલૂનમાં પહોંચી હતી. લોકડાઉનના નિયમનો ભંગ થતાં ત્યાં પોલીસ આવી પહોંચી હતી.

પોલીસ આવતાં જ પ્રિયંકા બહાર જતી રહી

પોલીસને જ્યારે સલૂન ખુલ્લું હોવાની જાણ થઈ ત્યારે તે આવી હતી અને સૂલનમાં રહેલાં વ્યક્તિઓ સાથે વાત કરી હતી. ત્યારબાદ પ્રિયંકા ચોપરા બહાર નીકળી ગઈ હતી. સલૂનમાં સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ જોશ વૂડ પણ હતો. પોલીસે તેને પણ ધમકાવ્યો હતો પરંતુ દંડ કર્યો નહોતો.

કોઈને જોકે દંડ નહીં

પોલીસ નોટિંગહિલના લેન્સડાઉન સ્થિત સૂલનમાં સાંજે પહોંચી હતી. પોલીસે સલૂનના માલિકને મૌખિક રીતે કોવિડ ૧૯ના નિયમોનું પાલન કરવાની સૂચના આપી હતી. પોલીસે સલૂનમાં હાજર કોઈને પણ દંડ ફટકાર્યો નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક સમયથી પ્રિયંકા પતિ નિક જોનાસ સાથે લંડનમાં રહે છે. તે લંડનમાં ફિલ્મ ‘ટેક્સ્ટ ફોર યુ’ના શૂટિંગ માટે આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter