પ્રિયંકા-નિકને ત્યાં પારણું બંધાયું

Wednesday 02nd February 2022 05:55 EST
 
 

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ સરોગસી દ્વારા પેરન્ટસ બન્યા છે. હવે આ સેલિબ્રિટી કપલ પોતાના નવજાત શિશુ સાથે લોસ એન્જલસના રિનોવેટ કરાવેલા ઘરમાં રહેશે. આ ઘરને બેબી ફ્રેન્ડલી બનાવાયું છે. આ ઘર તેમણે ૨૦૧૯માં ખરીદ્યું હતું. નિક-પ્રિયંકાને પોતાના આવનારા બાળક માટે ઘરમાં ગ્રીનરી, આઉટડોર સ્પેસ જોઇતી હતી. આથી ઘરના રિનોવેશનમાં મહિનાઓ લાગ્યા હતા. આશરે ૨૦ મિલિયન ડોલરના આ ઘરમાં જ ગયા વરસે દિવાળીનો તહેવાર ઊજવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ૩૯ વર્ષીય પ્રિયંકા અને ૨૯ વર્ષીય નિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, અમને જણાવતાં આનંદ થાય છે કે, અમારે ત્યાં સરોગસી દ્વારા એક સંતાનનું આગમન થયું છે. અમે અમારા પરિવાર માટે સમ્માનપૂર્વક આગ્રહ કરીએ છીએ કે આ વિશેષ સમયમાં અમારી પ્રાઇવસીનું ધ્યાન રાખવામાં આવે. પ્રિયંકા-નિકને ત્યાં પુત્રીજન્મ થયો હોવાનું મનાય છે. બાળકના જન્મ માટે આપેલી તારીખ કરતાં બાળકનો જન્મ ૧૨ અઠવાડિયા પહેલા થઇ ગયો છે. પ્રિ-મેચ્યોર ડિલીવરીને કારણે બાળક વધુ પડતું નબળું હોવાથી પ્રિયંકા-નિકે નિર્ણય લીધો છે કે બાળક સંપૂર્ણપણે સ્વસ્થ ન થઇ જાય ત્યાં સુધી તે હોસ્પિટલમાં જ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter