પ્રિયંકાનું દશેરાપૂજન

Friday 30th October 2026 04:57 EDT
 
 

બોલિવૂડથી લઇને હોલિવૂડ સુધી આગવી છાપ છોડી ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં ઇનસ્ટાગ્રામ પર પરિવાર સાથેની તસવીરો શેર કરી છે. જેમાં તે પતિ નિક જોનસ અને પુત્રી માલતી સાથે કન્યાપૂજન અને દશેરાપૂજન કરતી જોવા મળે છે. પ્રિયંકા ચોપરાએ પોતાની પોસ્ટમાં 7 તસવીરો અને એક વીડિયો શેર કર્યો છે. તેમાં જોઇ શકાય છે કે પ્રિયંકા, પતિ નિક જોનસ અને પુત્રી માલતી એક હવન કુંડ આસપાસ બેઠેલા છે. એક પંડિતજી પૂજા સંપન્ન કરાવી રહ્યા છે. પ્રિયંકાના ઘરમાં મહાદેવની મોટી મૂર્તિ બનેલી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter