પ્રોડ્યુસર ધર્મેશ સંગાણીને ત્યાં ઇડીના દરોડા

Thursday 16th July 2026 10:49 EDT
 
 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મુંબઈમાં ફિલ્મ પ્રોડ્યુસર ધર્મેશ સંગાણી અને તેની કંપની કલાની ઈમ્પેક્સ લિમિટેડ સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ તપાસ આરંભી છે. તપાસમાં ગુપ્ત વિદેશી સંપત્તિઓ, વિદેશી બેંક ખાતાં, કેનેડાની એક કંપનીમાં ભાગીદારી, નિકાસસંબંધી કથિત ગેરરીતિ સામે આવ્યાનો દાવો કરાયો છે. ઈડીની ટીમ ધર્મેશ સંગાણીના નિવાસસ્થાને દરોડા પાડવા પહોંચી ત્યારે ડિજિટલ પુરાવાઓનો નાશ કરવાના હેતુથી સંગાણીએ પોતાનો મોબાઈલ ફોન 13મા માળેથી નીચે ફેંકી દીધો હતો. જોકે, ઈડીના અધિકારીઓએ તે ફોન શોધીને જપ્ત કર્યો છે. પુરાવાઓનો નાશ કરવાના આ પ્રયાસ બદલ ઇડી દ્વારા મુંબઈ પોલીસમાં સંગાણી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવાઇ છે. સંગાણી સામેની તપાસ મુખ્યત્વે કરોડો રૂપિયાની નાણાકીય હેરાફેરી અને નિયમોના ઉલ્લંઘન સાથે જોડાયેલી છે. વિદેશી ખરીદદારો પાસેથી જે નાણાં ભારતમાં પાછા આવવા જોઈતા હતા તે આવ્યા નથી અને આ અંગે અધિકૃત બેંકો પાસેથી કોઈ મંજૂરી પણ લેવાઇ નહોતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter