ફરદીનનું એક્સ્ટ્રિમ ટ્રાન્સફોર્મેશન

Wednesday 09th December 2020 07:46 EST
 
 

બોલિવૂડમાં એક સમયે મોસ્ટ હેન્ડસમ ગણાતા અભિનેતા ફરદીન ખાન ફરી એક વખત ચર્ચામાં છે. ઘણા સમયથી બોલિવૂડથી દૂર ફરદીન ખાન ત્રણ-ચાર વર્ષ પહેલાં તેના વધેલા વજનના કારણે ચર્ચામાં હતો. તે સમયે લોકોએ તેને ખૂબ ટ્રોલ કર્યો હતો. તાજેતરમાં ફરીથી તે તેના વજન અંગે ચર્ચામાં છે. આ વખતે તે ઘટાડેલા વજનના કારણે ચર્ચામાં છે. તેણે પોતાનું વધેલું વજન સાવ ઉતારી નાખ્યું છે. તેની એક્સ્ટ્રિમ ટ્રાન્સફોર્મેશનની તસવીરો સોશિયલ મીડિયામાં ફરતી થઈ છે, જે તસવીરો જોઈને ચાહકો ખુશ ખુશ છે. મોટા ભાગના જણાવ્યું હતું કે, ફરદીન આજે પણ મોસ્ટ હેન્ડસમ અભિનેતા લાગે છે. ઉલ્લેખનીય છે કે, પોતાની કઝીન ફરાહ અલીની બુલ લોન્ચિંગ વખતે ૨૦૧૬માં સ્પોટ થયો હતો ત્યારે ખૂબ જ જાડો થઈ ગયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter