ફરહાનથી ‘મિલ્ખા સિંહ’ઃ ૧૩ મહિનાની સફર

Friday 02nd July 2021 07:24 EDT
 
 

મિલ્ખા સિંહનો દેહ તો પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો છે, પણ તેમના જીવનકવન સાથે જોડાયેલી વાતો પૂરી થતી નથી. તેમના જીવન પરથી ૨૦૧૩માં ઓમપ્રકાશ મહેરાએ ‘ભાગ મિલ્ખા ભાગ’ ફિલ્મ બનાવી હતી અને તેમાં ફરહાન અખ્તરે ટાઈટલ રોલ કર્યો હતો, પણ મિલ્ખા જેવી બોડી બનાવવા તેણે કેટલો પરિશ્રમ કર્યો હતો એ પણ જાણવા જેવો હતો. આ માટે ફરહાન અખ્તરે ૧૪ મહિના ટ્રેનિંગ લીધી અને ઘણું બોડી ટ્રાન્સફોર્મેશન કરવું પડ્યું. આ માટે તેણે ખરા અર્થમાં આકરી મહેનત કરવી પડી હતી. ફરહાનના ટ્રેનર સમીરા ઝાઉરા તે દિવસોને યાદ કરતા કહે છે કે ફરહાને ફિલ્મ સાઈન કરી ત્યારે તેનું ફીટનેસ લેવલ ફિલ્મમાં જોયું તેના ૭૦ ટકા હતું અને વજન ૬૬ કિલો હતું. તેને ફીટ અને ટોન્ડ બોડી સાથે દેખાડવા અમે તે પોર્શનની તૈયારી કરી. ફરહાનનું વજન ૭૫ કિલો આવશ્યક હતું. તેનું બોડી સ્ટ્રક્ચર બદલાય નહીં તે માટે મસલ્સને ટોનડાઉન કર્યા, પણ તે પહેલાં તેને સ્ટ્રેન્થ ટ્રેનિંગ આપવામાં આવી. મિલ્ખા સિંહ માટે ફરહાનને તૈયાર કરતાં ૧૩ મહિનાનો સમય લાગ્યો હતો.
ફરહાને સ્ટ્રિક્ટ ડાયેટ ફોલો કર્યું હતું. તેણે ભાત, રોટલી, બ્રેડ અને આલ્કોહોલથી ૧૩ મહિના દૂર રહેવું પડ્યું. ઓછા સોડિયમવાળું ભોજન લેવું પડ્યું. સોડીયમની માત્ર સતત મોનિટર થતી હતી. ફરહાન ૩ કલાકને અંતરે દિવસમાં ૬થી ૭ વાર ભોજન કરતો હતો એમ તેમણે જણાવ્યું હતું. ૨૦૧૪માં આ ફિલ્મને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ ફિલ્મનો અને શ્રેષ્ઠ કોરીયોગ્રાફીને એવોર્ડ મળ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter