ફરહાન અખ્તર ફિલ્મ ‘તુફાન’ આ મહિને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની હતી, પરંતુ હવે ફરીથી તે મુલત્વી રખાઇ છે. મેકર્સે કોરોનાનાં કારણે દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક સ્ટેટમેન્ટ જારી કર્યું છે. જેમાં લખ્યું છે કે, તેઓ પોતાના કર્મચારીઓ અને તેમના પરિવાર સાથે છે, જ્યાં સુધી પરિસ્થિત નહીં સુધરે ત્યાં સુધી ‘તુફાન’ની રિલીઝ ડેટ પાછી ઠેલવામાં આવશે. સમયની સાનુકૂળતાને ધ્યાનમાં રાખીને મેકર્સ દ્વારા રિલીઝ ડેટની જાહેરાત કરાશે.
ફિલ્મ મેકર્સે લોકોને અપીલ કરી છે કે કોરોનાથી બચવા માટે નિર્ધારિત ગાઈડલાઈનનું પાલન કરો. વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવો અને તમારો વારો આવે ત્યારે અચૂક રસ લઈ લો. ટીમ ‘તુફાન’ તરફથી અમારા બધાની વિનંતી છે કે, સુરક્ષિત રહો અને એક રહો. ફિલ્મની પ્રમોશનલ સ્ટ્રેટેજીના અનુસાર, મે મહિનાના પ્રારંભથી ટ્રેલર લોન્ચ થવાનું હતું અને એકટરના ઈન્ટરન્યુ રજૂ થવાના હતાં જોકે, હાલ આ બધું - અગાઉની જેમ ફરી એક વખત - મુલત્વી રખાયું છે.