ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીએ તાજેતરમાં ફિલ્મમેકર શેખર કપૂરને FTIIના નવા પ્રેસિડેન્ટ જાહેર કર્યાં છે. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII) સોસાયટીના પ્રેસિડેન્ટ તરીકે અગાઉ બી. પી. સિંઘ હતા. તેમનો કાર્યકાળ પૂરો થતાં કેન્દ્ર સરકારે પ્રખ્યાત ફિલ્મ મેકર શેખર કપૂરની નિમણૂક કરી છે. તેઓ ત્રણ વર્ષ સુધી આ હોદ્દો સંભાળશે. આ સાથે તેમને ગવર્નિંગ કાઉન્સિલરના ચેરમેન પણ બનાવાયા છે. FTII એ કેન્દ્ર સરકારના ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટની ઓટોનોમસ બોડી છે. અગાઉ નસીરુદ્દીન શાહ, શબાના આઝમી, ઓમ પુરી અને જ્યા બચ્ચન FTIIમાં કામ કરી ચૂક્યાં છે. અભિનેતા સુશાંતસિંહના મોત બાદ તેના પ્રત્યે સંવેદના પ્રકટ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નિપોટિઝમ સામે અવાજ ઉઠાવનારા કલાકારોમાં શેખર કપૂર પણ સામેલ છે.