ફિલ્મજગતમાં પ્રદાન માટે કરણ જોહરનું યુકેની સંસદમાં સન્માન

Saturday 01st July 2023 06:23 EDT
 
 

બોલિવૂડમાં છેલ્લા 25 વર્ષથી ફિલ્મોમાં યોગદાન આપી રહેલા જાણીતા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક કરણ જોહરનું યુકેની પાર્લામેન્ટમાં 20મી જૂનના રોજ સન્માન કરાયું હતું. બેરોનેસ સેન્ડી વર્માના હસ્તે તેને સન્માનપત્ર એનાયત થયું હતું. આ પ્રસંગે કરણ જોહરે જણાવ્યું હતું કે, આજનો દિવસ ઘણો વિશેષ છે. બ્રિટિશ સંસદનું સન્માન પ્રાપ્ત કરીને હું પોતાને ભાગ્યશાળી ગણી રહ્યો છું. મને એ દિવસોની યાદ આવી ગઇ હતી જ્યારે હું મારી જાતને ચૂંટી ખણતો અને અનુભવતો કે સ્વપ્ન સાકાર થઇ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter