હિન્દી ફિલ્મઉદ્યોગમાં આગવી લોકપ્રિયતા ધરાવતા ફિલ્મફેર એવોર્ડનો રંગારંગ સમારોહ શુક્રવારે યોજાઇ ગયો. જેમાં પ્રતિભાશાળી કલાકાર રાજકુમાર રાવે બેસ્ટ એક્ટરનો જ્યારે આલિયા ભટ્ટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મેળવ્યો છે. આ શાનદાર કાર્યક્રમને હોસ્ટ કર્યો હતો સલમાન ખાને. આ ઉપરાંત આયુષ્માન ખુરાના અને મનીષ પોલ તેની સાથે કો-હોસ્ટ હતા. ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ એનાયત થયો છે, જ્યારે સંજય લીલા ભણસાલીને આ ફિલ્મ માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ એનાયત થયો હતો. આ વર્ષના ફિલ્મફેર એવોર્ડ્સમાં આલિયા ભટ્ટની ‘ગંગુભાઈ કાઠિયાવાડી’ અને રાજકુમાર રાવની ‘બધાઈ હો'નો દબદબો જોવા મળ્યો હતો. આ ફિલ્મોએ એક કરતાં વધુ કેટેગરીમાં એવોર્ડ મેળવ્યા હતા. એવોર્ડની મેળવવાની સ્પર્ધામાં રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ પણ પાછળ રહી નથી. અરિજિત સિંહને તેના ગીત ‘કેસરિયા’ માટે બેસ્ટ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે દિગ્દર્શક અયાન મુખરજીની આ ફિલ્મને VFX માટે એવોર્ડ મળ્યો હતો.
કઈ કેટેગરીમાં કોને એવોર્ડ?
બેસ્ટ ફિલ્મ - ‘ગંગુબાઈ કાઠિયાવાડી’
બેસ્ટ એક્ટર - રાજકુમાર રાવ (‘બધાઈ હો’)
બેસ્ટ એક્ટ્રેસ - આલિયા ભટ્ટ (‘ગંગુબાઈ કાઠિયાવાડી’)
બેસ્ટ ડિરેક્ટર - સંજય લીલા ભણસાલી (‘ગંગુબાઈ કાઠિયાવાડી’)
બેસ્ટ ફિલ્મ (ક્રિટિક્સ) - ‘બધાઈ હો’
બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ) - સંજય મિશ્રા (‘વધ’)
બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ) - ભૂમિ પેડનેકર (‘બધાઈ ગો) અને તબ્બુ (‘ભુલભુલૈયા-2’)
બેસ્ટ એક્ટર સપોર્ટીંગ રોલ (મેલ) - અનિલ કપર (‘જુગ જુગ જિયો’)
બેસ્ટ એક્ટર સપોર્ટિંગ રોલ (ફીમેલ) - શિબાની ચઢ્ઢા (‘બધાઈ હો’)
બેસ્ટ મ્યુઝિક આલ્બમ – પ્રીતમ (‘બ્રહ્માસ્ત્ર’)
બેસ્ટ ડેબ્યૂ (મેલ) - અંકુશ ગેડમ (‘ઝુંડ’)
બેસ્ટ ડેબ્યૂ (ફીમેલ) - એન્ડ્રિયા કેવિચૂસા (‘અનેક’