ફિલ્મફેર એવોર્ડમાં ‘થપ્પડ’ ૭ એવોર્ડ સાથે શિરમોર ઇરફાન ખાન શ્રેષ્ઠ અભિનેતા તો તાપસી શ્રેષ્ઠ અભિનેત્રી

Wednesday 31st March 2021 04:11 EDT
 
 

મુંબઇઃ ભારતીય ફિલ્મઉદ્યોગનો ઓસ્કર ગણાતા ફિલ્મફેર એવોર્ડ્સની શનિવારે જાહેરાત કરાઇ છે. જેમાં સૌથી વધુ ૭ એવોર્ડ સાથે ‘થપ્પડ’ છવાઇ ગઇ છે. ૬૬મા ફિલ્મફેર એવોર્ડના રૂપમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ દિવંગત અભિનેતા ઇરફાનને ફાળે ગયો છે. તેમની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ બદલ તેમને આ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. તો લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ પણ ઇરફાનના ફાળે જ ગયો છે. સૌથી વધુ એવોર્ડ તાપસી પન્નુની ફિલ્મ ‘થપ્પડ’ને મળ્યા છે. આ ફિલ્મને કુલ ૭ એવોર્ડ મળ્યા છે, જેમાં બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ સ્ટોરી વગેરેનો સમાવેશ થાય છે.

૭૮ વર્ષીય મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને ક્રિટિક્સે બેસ્ટ એક્ટર તરીકે પસંદ કર્યા છે. બિગ બીને ‘ગુલાબો સિતાબો’ના અભિનય માટે આ સન્માન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે વર્ષ ૨૦૨૦માં હિન્દી ફિલ્મઉદ્યોગને પણ ખૂબ ખરાબ સમયમાંથી પસાર થવું પડયું છે છતાં જે ફિલ્મો રજૂ થઈ હતી તેના માટે ફિલ્મફેર એવોર્ડ જાહેર કરાયા છે.

બેસ્ટ એક્ટરના એવોર્ડથી સન્માનિત ઇરફાન ખાનનું ૨૯ એપ્રિલના રોજ નિધન થયું હતું. આ વર્સેટાઇલ અભિનેતા કેટલાક સમયથી કેન્સરથી પીડાતા હતા. અવસાનના દોઢ મહિના પહેલાં ‘અંગ્રેજી મીડિયમ’ (૧૨ માર્ચ, ૨૦૨૦)માં જોવા મળ્યા હતા અને તેમના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા.

ઓમ રાઉત બેસ્ટ ડિરેક્ટર
‘તાન્હાજી’ ફિલ્મના દિગ્દર્શક ઓમ રાઉતને શ્રેષ્ઠ દિગ્દર્શકના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ક્રિટિક્સ કેટેગરીમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ અમિતાભ બચ્ચને મેળવ્યો છે તો આ જ કેટેગરીમાં બેસ્ટ એક્ટ્રેસનું સન્માન તિલોત્મા શોમને મળ્યું છે. તેને આ એવોર્ડ ‘સર’માં અભિનય માટે મળ્યો છે. અલાયા ફર્નિચરવાલાને શ્રેષ્ઠ નવોદિત અભિનેત્રી જાહેર કરાઈ છે.
ફિલ્મ ‘સર’ માટે અનુભવ સુશીલ સિંહા અને મૃણ્મયી લાગૂ વૈકુલને શ્રેષ્ઠ સ્ક્રીનપ્લે માટેના પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. ફિલ્મ ‘છપાક’ માટે ગુલઝારને ફાળે શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ ગયો છે. ફિલ્મ ‘થપ્પડ’ના ગીત ગાયન બદલ રાઘવ ચૈતન્યને ફાળે શ્રેષ્ઠ ગાયકનો પુરસ્કાર ગયો છે.

ફિલ્મફેર એવોર્ડ વિજેતાઓની યાદી

• લાઈફટાઈમ અચીવમેન્ટ અવોર્ડઃ ઈરફાન ખાન
• બેસ્ટ એક્ટરઃ ઈરફાન ખાન (‘અંગ્રેજી મીડિયમ’)
• બેસ્ટ એક્ટ્રેસઃ તાપસી પન્નુ (‘થપ્પડ’)
• ક્રિટિક બેસ્ટ એક્ટરઃ અમિતાભ બચ્ચન (‘ગુલાબો સિતાબો’)
• ક્રિટિક બેસ્ટ એક્ટ્રેસઃ તિલોતમા શો (‘સર’)
• ક્રિટિક બેસ્ટ ફિલ્મઃ પ્રતીક વત્સ (‘ઈબ અલ્લે ઉ’)
• બેસ્ટ ફિલ્મઃ ‘થપ્પડ’
• બેસ્ટ લિરિક્સઃ ગુલઝાર (‘છપાક’)
• બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ સૈફ અલી ખાન (‘તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર’)
• બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ ફર્રોખ ઝફ્ફાર (‘ગુલાબો સિતાબો’)
• બેસ્ટ ડિરેક્ટરઃ ઓમ રાઉત (‘તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર’)
• બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસઃ અલાયા એફ (‘જવાની જાનેમન’)
• બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરઃ રાજેશ કૃષ્ણન (‘લૂંટકેસ’)
• આર.ડી. બર્મન એવોર્ડઃ ગુલઝાર
• બેસ્ટ મ્યૂઝિક આલ્બમઃ પ્રીતમ (‘લૂડો’)
• બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ)ઃ રાઘવ ચૈતન્ય (ગીતઃ ‘એક ટુકડા ધૂપ...’ - ‘થપ્પડ’)
• બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ)ઃ અસીસ કૌર (ગીતઃ ‘મલંગ...’ - ‘મલંગ’)
• પીપલ્સ ચોઈસ અવોર્ડ ફોર બેસ્ટ શોર્ટ ફિલ્મઃ પ્રિયંકા બેનર્જી (‘દેવી’)
• બેસ્ટ શોર્ટ ફિલ્મ (ફિક્શન)ઃ ‘શિરાજ વૈચલ અર્જુન
• બેસ્ટ શોર્ટ ફિલ્મ (નોન ફિક્શન)ઃ નિતેશ રમેસ પારુલકર (‘બેકયાર્ડ વાઈલ્ડલાઈફ સેન્ચુરી’)
• બેસ્ટ એક્ટ્રેસ (શોર્ટ ફિલ્મ)ઃ અર્ણવ અબ્દાગિરે (‘અર્જુન’)
• બેસ્ટ સાઉન્ડ ડિઝાઈનઃ કામોદ ખરાડે (‘થપ્પડ’)
• બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનઃ માનસી ધ્રુવ મહેતા (‘ગુલાબો સિતાબો’)
• બેસ્ટ એડિટિંગઃ યશા પુષ્પા રામચંદ્રાની (‘થપ્પડ’)
• બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનઃ વીરા કપૂર ઈ (‘ગુલાબો સિતાબો’)
• બેસ્ટ એક્શનઃ રમઝાન, આરપી યાદવ (‘તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર’)
• બેસ્ટ કોરિયોગ્રાફીઃ ફરાહ ખાન (‘દિલ બેચારા’)
• બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોરઃ મંગેશ ઉર્મિલા ધાકડે (‘થપ્પડ’)
• બેસ્ટ VFX: પ્રસાદ સુતાર (‘તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર’)
• બેસ્ટ ડાયલોગ્સઃ જૂહી ચતુર્વેદી (‘ગુલાબો સિતાબો’)
• બેસ્ટ સ્ક્રીનપ્લેઃ રોહેના ગેરા (‘સર’)
• બેસ્ટ સ્ટોરીઃ અનુભવ સિંહા તથા મૃણ્મયી (‘થપ્પડ’)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter