ફિલ્મી દુનિયામાં રજનીકાંતના 51 વર્ષ

Saturday 22nd August 2026 08:15 EDT
 
 

દક્ષિણ ભારતીય ફિલ્મોથી લઇને બોલિવૂડ સુધી રજનીકાંતના નામના સિક્કા પડે છે એમ કહીએ તો પણ અતિશ્યોક્તિ નથી. પાંચ દાયકાથી તેઓ દર્શકોનું મનોરંજન કરી રહેલા રજનીકાંતે 15 ઓગસ્ટના રોજ ફિલ્મી કારકિર્દીના 51 વર્ષ પૂરા કર્યા છે. આ પ્રસંગની રજનીકાંતે પોતાની આગામી ફિલ્મ ‘ધર્મન’ના સેટ પર શાનદાર જશ્ન સાથે ઉજવણી કરી હતી. રજનીકાંતની પ્રથમ ફિલ્મ ‘અપૂર્વ રાગંગલ’ 15 ઓગસ્ટ 1975ના રોજ રિલીઝ થઈ હતી. આ તમિલ ફિલ્મનું ડિરેક્શન કે. બાલાચંદરે કર્યું હતું. ફિલ્મમાં કમલ હાસન મુખ્ય ભૂમિકામાં હતા. રજનીકાંતે ફિલ્મમાં નાનકડો નેગેટિવ રોલ અદા કર્યો હતો. રજનીકાંતે આ પ્રથમ ફિલ્મ રિલીઝ થયાને 51 વર્ષ પૂરાં થયા તે પ્રસંગે ફિલ્મ ‘ધર્મન’ના સેટ પર કેક કાપવાની સાથે સાથે આગામી ફિલ્મના ડિરેક્ટર અશ્વથ મારિમુથુ તેમજ કાસ્ટ - ક્રૂ સાથે તેમણે ભવ્ય ઉજવણી કરી હતી. આ સેલિબ્રેશનનો વીડિયો પણ બહાર આવ્યો છે. ફિલ્મ ‘ધર્મન’ની ટેગલાઈન ‘ધ ડેડલી ડોક્ટર’એ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. રજનીકાંતની ફિલ્મ ‘ધર્મન’નું નિર્માણ કલમ હાસન અને આર. મહેન્દ્રન્ કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter