ફિલ્‍મફેર 2022ઃ બેસ્ટ ફિલ્મ ‘શેરશાહ’

બેસ્‍ટ એક્ટ્રેસ કૃતિ સેનન - બેસ્‍ટ એકટર રણવીર

Monday 05th September 2022 12:29 EDT
 
 

હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી મોટા એવોર્ડ તરીકે નામના ધરાવતા 67મા ફિલ્‍મફેર એવોર્ડની જાહેરાત મંગળવારે મોડી રાત્રે કરાઇ છે. મુંબઈમાં આયોજિત ઈવેન્‍ટ રણવીર સિંહ અને અર્જુન કપૂર દ્વારા હોસ્‍ટ કરાઇ હતી. કેટરિના કૈફ, કરણ જોહર, ક્રિતી સેનન, શહનાઝ ગિલ, મૌની રોય, જેકી શ્રોફ, દિયા મિર્ઝા સહિત અનેક કલાકારો અને સેલિબ્રિટીસ રેડ કાર્પેટ પર જોવા મળ્યા હતા. આ વખતે બેસ્‍ટ ફિલ્‍મનો એવોર્ડ સિદ્ધાર્થ મલ્‍હોત્રાની ફિલ્‍મ શેરશાહને મળ્‍યો છે. બેસ્‍ટ એક્‍ટરનો એવોર્ડ રણવીર સિંહને જ્યારે બેસ્‍ટ એક્‍ટ્રેસનો એવોર્ડ કૃતિ સેનનને મળ્‍યો. રણવીરને ફિલ્‍મ ‘83’ માટે જ્યારે કૃતિને ‘મિમી’ ફિલ્‍મ માટે એવોર્ડ જાહેર થયો છે. વિકી કૌશલને ફિલ્‍મ ‘સરદાર ઉધમ’ માટે બેસ્ટ એક્ટર (ક્રિટીક્‍સ)નો એવોર્ડ મળ્‍યો હતો જયારે વિદ્યા બાલનને ફિલ્‍મ ‘શેરની’ માટે બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટીક્‍સ)નો ફિલ્‍મફેર એવોર્ડ મળ્‍યો હતો.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્‍દ્ર ફડણવીસ અને તેમના પત્‍ની અમૃતા ફડણવીસે દીપ પ્રગટાવીને ૬૭મા ફિલ્‍મફેર એવોર્ડ્‍સનું ઉદ્‍ઘાટન કર્યું હતું. વરુણ ધવન, ગાયક અનુપ જલોટા, વિદ્યા બાલન, સિદ્ધાર્થ રોય કપૂર, તાપસી પન્નુ, જેકી શ્રોફ, સંજીવ કપૂર, નીલ નીતિન મુકેશ, શર્વરી, અક્ષય ઓબેરોય, રણવીર સિંહ, શબાના આઝમી, લેખક-ગીતકાર જાવેદ અખ્‍તર, કબીર બેદી, તુષાર કપૂર, ફેશન ડિઝાઇનર, મનીષ મલ્‍હોત્રા, સિની શેટ્ટી, રૂપાલી ગાંગુલી, હરનાઝ સંધુ, સંગીતકાર અનુ મલિક અને તનુશ્રી દત્તા સહિત અનેક બોલિવૂડ સેલેબ્‍સ હાજર રહ્યા હતા. આ પ્રસંગે કેટલાક સ્‍ટાર્સે સ્‍ટેજ પર જબરદસ્‍ત પરફોર્મન્‍સ આપ્‍યું હતું.

ફિલ્‍મફેર એવોર્ડ વિજેતા

• બેસ્ટ ફિલ્મ - ‘શેરશાહ’
• બેસ્ટ ડિરેક્ટર - વિષ્‍ણુવર્ધન (‘શેરશાહ’)
• બેસ્ટ એક્‍શન – ‘શેરશાહ’
• બેસ્ટ એડિટીંગ - ‘શેરશાહ’
• બેસ્ટ એક્ટર - રણવીર સિંહ (‘83’)
• બેસ્ટ એક્ટ્રેક - કૃતિ સેનન (‘મિમી’)
• બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ - સાંઈ તામ્‍હણકર (‘સ્ત્રી’)
• બેસ્ટ સપોર્ટિંગ એક્ટર - પંકજ ત્રિપાઠી
• બેસ્ટ કોરિયોગ્રાફી - વિજય સિંહ (ચકા ચક, અતરંગી રે)
• બેસ્ટ ફિલ્મ (ક્રિટીક્સ) - ‘સરદાર ઉધમ’ (શૂજિત સરકાર)
• બેસ્ટ એક્ટર (ક્રિટીક્‍સ) - વિકી કૌશલ (‘સરદાર ઉધમ’)
• બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટીક્સ) - વિદ્યા બાલન (‘શેરની’)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter