ફૂડ ડિલિવર બોયના રોલમાં કપિલ શર્મા

Saturday 09th April 2022 06:31 EDT
 
 

કોમેડિયન કપિલ શર્મા તાજેતરમાં ઓડિશાના ભુવનેશ્વરમાં નંદિતા દાસની ફિલ્મનું શૂટિંગ કરતો જોવા મળ્યો હતો. ફિલ્મમાં કપિલ શર્મા એક ફૂડ ડિલિવરી રાઇડરની ભૂમિકા નિભાવી રહ્યો છે. થોડાક સમય પૂર્વે સોશિયલ મીડિયા પર એક ફેને કપિલનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે બાઇક પર ઓરેન્જ કલરની ટી-શર્ટ પહેરેલો અને ખભા પર ડિલિવરી બેગ લટકાવેલો જોવા મળે છે.
ફોટોને શેર કરતા ફેને લખ્યું હતુંઃ સરજી, મૈંને આજ આપકો લાઇવ દેખા... કપિલે આ ફોટોને રિ-શેર કરવાની સાથે સાથે મજાક કરતાં લખ્યું હતુંઃ કિસી કો બતાના નહીં... કપિલના આ ફોટો પર ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે. એક ફેને લખ્યું, હું કપિલને શોધી રહ્યો હતો, તેમાં સ્વિગીવાળો વ્યક્તિ કપિલ હતો. બીજા ફેને લખ્યું હતુંઃ સર, બીજું કોઇ કામ શોધી લીધું કે શું? તો વળી ત્રીજી વ્યક્તિએ લખ્યું હતુંઃ પાર્ટ ટાઇમ જોબ કરતા કપિલપાજી. ઉલ્લેખનીય છે કે ભુવનેશ્વમાં શૂટિંગ દરમિયાન કપિલ અને નંદિતાએ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે પણ મુલાકાત કરી હતી અને તેમની કામગીરીને બિરદાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter