કરીના અને કરિશ્મા સોમવારે જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરે પહોંચી હતી. અહીં ફિલ્મમેકર અને કરીના-કરિશ્માનો ખાસ ફ્રેન્ડ કરણ જોહર પણ પહોંચ્યો હતો. આ ઉપરાંત અદર પૂનાવાલાની પત્ની નતાશા પૂનાવાલા પણ પાર્ટીમાં સામેલ થઈ હતી. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતાં મનીષ મલ્હોત્રા અને કરિશ્મા કપૂરે મિત્રો સાથેની આ યાદગાર સાંજની ઝલક રજૂ કરી હતી. કરિશ્મા કપૂરે મનીષ મલ્હોત્રાના ઘરે યોજાયેલા ગેટ-ટુ-ગેધરમાંથી એક તસવીર શેર કરતાં લખ્યું હતુંઃ 'જસ્ટ હેંગિંગ.' ફોટોમાં હાજર દરેક વ્યક્તિ સ્ટાઇલિશ અવતારમાં જોવા મળી રહ્યા છે.
બ્લેક રંગના ટાઈડ-અપ ડ્રેસ અને ગ્રીન રંગની હિલ્સ સાથે કરિશ્મા સુંદર લાગતી હતી. જ્યારે કરીના કર્મ્ફ્ટેબલ છતાં સ્ટાઇલિશ લૂકમાં જોવા મળી હતી. તેણે વ્હાઈટ રંગની ગ્રાફિક ટી-શર્ટ અને બ્લેક ટ્રાઉઝર પહેર્યા હતા. જ્યારે કરણ જોહરે બ્લેક રંગનો ટ્રેકસૂટ પહેર્યો હતો. મનીષ મલ્હોત્રાએ રેડ પ્રિન્ટેડ શર્ટ અને બ્લેક ટી-શર્ટ પહેર્યું હતું. નતાશા પૂનાવાલા ગોલ્ડન રંગના ડ્રેસમાં સુંદર લાગતી હતી. મનીષ મલ્હોત્રાએ પણ તેના ઘરે યોજાયેલા ગેટ-ટુ-ગેધરની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તે કરીના-કરિશ્મા અને નતાશા સાથે પોઝ આપતો દેખાઈ રહ્યો છે. આ તસવીરો શેર કરતાં મનીષે લખ્યું, 'મિત્રો સાથેનું ઘર'.