દિગ્દર્શક સૂરજ બડજાત્યા પોતાની આગામી ફિલ્મ પર કામ કરી રહ્યા છે. તેમની આગામી ફિલ્મની વાર્તા ચાર મિત્રો પર આધારિત છે, જેઓ ૬૦થી વધુ વયના છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, બોમન ઇરાની, ડેની ડેન્ગઝપ્પા અને અનુપમ ખેર પણ જોવા મળશે. આ ઉપરાંત આ ફિલ્મમાં પરિણીતિ ચોપરા, નીના ગુપ્તા અને સારિકા પણ મહત્વના રોલમાં હશે. સૂરજ બડજાત્યાની આ ફિલ્મનું શિર્ષક ‘ઊંચાઇ’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ મુખ્યત્વે નેપાળમાં થશે. આ ચારેય અભિનેતાઓ મિત્રોના રોલમાં જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મનું શૂટિંગ મુંબઇ અને દિલ્હીમાં પણ કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ માર્ચ ૨૦૨૨ સુધીમાં પુરુ કરવાની યોજના છે. નીના ગુપ્તા, સારિકા અને પરિણિતી પણ આ ફિલ્મમાં મહત્વના રોલમાં જોવા મળશે. જોકે તેમના પાત્રોની મહિતી બહાર પાડવામાં આવી નથી. સૂરજ બડજાત્યા ફિલ્મ ઊંચાઇ પછી સલમાન ખાન સાથેની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.