બધાઈ હોઃ કરીના ફિર સે મા બનને વાલી હૈ

Tuesday 18th August 2020 16:29 EDT
 
 

અભિનેતા સૈફઅલી ખાનનો ૧૬મી ઓગસ્ટે જન્મદિન હતો. સૈફની ૫૦મી વર્ષગાંઠની ઉજવણીના ફોટોગ્રાફમાં તેની પત્ની કરીના કપૂર બીજી વખત માતા બનવાની છે. તે સમાચાર પાક્કા થયા હતા. આ ફોટોગ્રાફ વહેતા થયા પછી સૈફની પીઆર ટીમે સમાચારને પુષ્ટિ આપતાં જણાવ્યું હતું કે, સૈફ – કરીના ફરી માતા - પિતા બનવાના છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે સૈફઅલી ખાન ૫૦ વર્ષનો થયો હતો. આ અવસરે કરીનાએ પોતાના ઘરે જ નાનકડી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં કરિશ્મા કપૂર, અમૃતા અરોરા, સોહાઅલી ખાન અને કૃણાલ ખેમુ હતાં. આ સેલિબ્રેશનની અમુક ઝલક પણ કરીનાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં તેનો બેબી બમ્પ દેખાઈ રહ્યો છે.
સૈફ અને કરીનાએ વર્ષ ૨૦૧૨માં રોયલ વેડિંગ કર્યાં હતાં. લગ્નના ચાર વર્ષ પછી કરીનાએ પુત્ર તૈમુરને જન્મ આપ્યો હતો. હવે તૈમુર ચાર વર્ષનો છે ત્યારે સૈફીના બીજા બાળકના આગમનની તૈયારીમાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter