બાદશાહની દિલેરીઃ ‘બચપન કા પ્યાર...’ને રિક્રિયેટ કર્યું

Friday 20th August 2021 08:06 EDT
 
 

સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયેલું સોંગ ‘બચપન કા પ્યાર...’ને બોલિવૂડ સિંગર બાદશાહે રિક્રિયેટ કરીને ૧૧ ઓગસ્ટે રિલીઝ કર્યું છે. આ સોંગ સોશિયલ મીડિયામાં વાઈરલ થયું ત્યારે જ બાદશાહે આ ગીત ગાનાર સહદેવના નામના બાળક સાથે મળીને આ ગીતને રિક્રિયેટ કરવાની જાહેરાત કરી હતી. આ યંગ સિંગર છત્તીસગઢના સુકમા જિલ્લામાંથી આવે છે. ઓરિજિનલ ‘બચપન કા પ્યાર...’ ગીત ૨૦૧૮માં રિલીઝ થયું હતું અને એણે યૂટ્યૂબ પર ૨.૬ મિલિયન વ્યૂઝ મેળવ્યા હતા. જોકે, સહદેવે રિસન્ટલી આ સોંગને ગાયા પછી એ વધારે પોપ્યુલર થયું હતું. આ પછી બાદશાહે આ બાળ સિંગર સાથેનો એક ફોટોગ્રાફ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘બચપન કા પ્યાર, કમિંગ સૂન.’ અને ચાહકોએ તેની જાહેરાતને વધાવી લીધી હતી. હવે બાદશાહે ગીતને એક નવા જ અંદાજમાં સોશિયલ મીડિયા યૂઝર્સ સામે મૂક્યું છે. ગીતમાં બાદશાહ અને સહદેવનો સ્વેગ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. ગીત રિલીઝ થયાના ચાર જ કલાકમાં તેને ૩૮ લાખ વ્યૂઝ મળ્યા હતા, અને આંકડો વધી જ રહ્યો છે. સોંગમાં નાના બાળક અને યંગસ્ટર્સની લવસ્ટોરી દેખાડવામાં આવી છે, જેમાં સહદેવના અનોખા ડાન્સ સાથે બાદશાહનું રેપિંગ પણ સોશિયલ મીડિયા યૂઝર્સને ખૂબ પસંદ આવી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter