બાહુબલી પ્રભાસની વેલેન્ટાઈન ડેએ ચાહકોને ભેટ

Monday 15th February 2021 05:34 EST
 
 

સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને પૂજા હેગડે સ્ટારર ફિલ્મ ‘રાધે શ્યામ’નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. મેકર્સ અને ફિલ્મના હીરો પ્રભાસે રવિવારે વેલેન્ટાઈન ડેએ આ રોમેન્ટિક ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું. પ્રભાસ - પૂજા અને મેકર્સે સોશિયલ મીડિયા પર ટીઝર શેર કર્યું હતું એ પછી ફિલ્મની રિલીઝ ડેટ ૩૦મી જુલાઈ પણ જાહેર કરી દેવામાં આવી હતી. પૂજા હેગડેએ ટીઝર શેર કરી લખ્યું, ‘આ વેલેન્ટાઈને, આવો આપણે વર્ષના સૌથી મોટા અનાઉન્સમેન્ટ સાથે પ્રેમનો જશ્ન મનાવીએ. ‘રાધે શ્યામ’ તમારા નજીકના થિયેટર્સમાં ૩૦ જુલાઈના રોજ રિલીઝ થશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter